Channel: Divya Bhaskar
ગોકર્ણનો દરિયાકાંઠો ઓક્ટોબર મહિનાથી માર્ચ સુધી માણવાલાયક અને શાંત હોય છે. પ્રવાસનો સંપૂર્ણ આનંદ મેળવવો હોય તો આ સમયગાળામાં પ્રવાસનું આયોજન કરવું. વેસ્ટર્ન ઘાટ નજીક આવેલું હોવાથી ગોકર્ણનું સૌંદર્ય ચોમાસમાં પણ અનેરું હોય છે. જોકે ત્યારે દરિયામાં જવાની મનાઈ હોય છે.
ગોકર્ણ જવા માટે તમને બેંગ્લુરુ, મેંગલોર, ગોવા અને મુંબઈથી નિયમિત બસ મળી રહે છે. એ સિવાય ગોવાના ડબોલિમ એરપોર્ટ પર ઊતરી ત્યાંથી ટેક્સી મફરાતે 5-6 કલાકમાં ગોકર્ણ પહોંચી શકાય છે. અંકોલા ગોકર્ણથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. જ્યાં માટે ગુજરાત, મુંબઈ, મેંગલોર અને તિરુવનંતપુરમથી ટ્રેન મળે છે. આમ તો ગોકર્ણમાં રોકાવવા માટેના ઘણા વિકલ્પ ઉપલબ્ધ છે, પણ સિઝનમાં જવાનું વિચારી રહ્યા હો તો અગાઉથી હોટેલ બુકિંગ કરાવીને જવું સલાહભર્યું છે. }

વિચારોના વૃંદાવનમાં:રામ કાજુ કિન્હેં બિનુ મોહી કહાઁ બિશ્રામ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/ram-kaju-who-is-not-infatuated-with-me-says-bishram-134780515.html
મ જેવા મહામાનવની પ્રીતિ પ્રાપ્ત કરવા માટે ત્રણ બાબતોની જરૂ૨ પડે: શક્તિ, ભક્તિ અને સંવિત્તિ. શક્તિનો સંબંધ પ્રાણશક્તિ સાથે છે. ભક્તિનો સંબંધ હૃદયની ભીની ભાવના સાથે છે. સંવિત્તિનો સંબંધ જ્ઞાનયુક્ત સમજણ સાથે છે. હનુમાનજીમાં આ ત્રણે બાબતો પૂરી માત્રામાં હતી. સુંદરકાંડમાં હનુમાનજી આપણા હૃદય પર છવાઈ જાય છે. જામ્બવાન સાચું કહે છે કે પવનપુત્ર હનુમાનનું બળ પવનસમાન હતું અને તેમનામાં બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનનો નિવાસ હતો.
પવન તનય બલ પવન સમાના | બુદ્ધિ બિબેક બિગ્યાન નિધાના ||
(રામચરિતમાનસ)
રાવણ જેવા સમર્થ શત્રુના ગઢમાં એકલપંડે પેસીને સીતાની શોધ કરવાનું પરાક્રમ હનુમાન સિવાય બીજું કોણ કરી શકે? હનુમાનજીને કોઈ આ પ્રશ્ન પૂછે તો એમનો જવાબ આવો હોઈ શકે : ‘રામભક્ત કદી એકલો નથી હોતો, રામ સદાય એની સાથે હોવાના.’
રાવણનો અહંકાર વિભીષણની વિનવણીને ન ગાંઠે ત્યારે સર્વનાશ રોકડો બને. અશોકવાટિકામાં સીતાને જાળવનારી અને રામનો આદર કરનારી રાક્ષસી ત્રિજટાનું પાત્ર વેરાન રણમાં અમીછાંટણાં જેવું આશ્વાસક જણાય છે. ત્રિજટા જાણે આપણને કહે છે કે ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ માણસ જો ધારે તો રામજીનું કામ કરી શકે!
સુંદરકાંડમાં વિયોગિની સીતાનો શીલવૈભવ અને સીતાના વિરહમાં ઝૂરતા રામનો ઊર્મિવૈભવ આપણા હૃદયને ભીનું કરનારો છે. હનુમાનના વિભૂતિમત્ત્વને સમજવાની ચાવી સુંદરકાંડમાં પડેલી છે. સુંદરકાંડની સુંદરતાનું રહસ્ય શું? એ જ કે એમાં હનુમાનની અવ્યભિચારિણી રામભક્તિમાં રહેલી સુંદરતા પ્રગટ થતી દીસે છે. એ સુંદરતા પ્રાપ્ત કરવા માટે આપણે પણ આપણામાં પડેલી સુંદરતાને જગાડવી રહી. સુંદરકાંડનો સંદેશો સ્પષ્ટ છે: જે કશુંક સત્ય હોય તે જ શિવસ્વરૂપ (કલ્યાણમય) હોઈ શકે અને જે સત્ય અને શિવ હોય તે જ સુંદર હોઈ શકે.
જેઓ જીવનમાં કશુંક પરાક્રમ કરવા માગે છે તેમણે હનુમાનજીને સમજવા પડે. હનુમાન એટલે બળ વત્તા બુદ્ધિ. હનુમાન એટલે અદમ્ય પ્રાણશક્તિમાંથી પ્રગટ થતું સંકલ્પબળ. હનુમાન એટલે ધ્યેયસિદ્ધિ માટે થતો પ્રચંડ પુરુષાર્થ. હનુમાન એટલે શ્રદ્ધા, સંકલ્પ અને સામર્થ્યનું સંગમતીર્થ. જ્યાં આ ત્રણે જીવનપ્રવાહો ભેગા મળે ત્યાં જ પરાક્રમ પ્રગટે. હનુમાન એટલે મૂર્તિમંત પરાક્રમ.
વાલ્મીકિએ હનુમાનને રામે છોડેલા બાણ (રાઘવનિર્મુક્ત: શર:) સાથે સરખાવ્યા છે. વેદવ્યાસે પણ એ જ ઉપમા પ્રયોજી છે. હનુમાન પોતાને ‘રામનિર્મુક્ત મહાબાણમ્’ ગણાવે છે. તુલસીદાસે હનુમાનની સ્તુતિ માટેના સંસ્કૃત સુભાષિતમાં હનુમાનને બિરદાવ્યા છે.
અતુલિતબલધામં સ્વર્ણશૈલાભદેહં ।
દનુજવનકૃશાનું જ્ઞાનિનામ્ અગ્રગણ્યમ્ ॥
સકલગુણનિધાનં વાનરાણામધીશં ।
રઘુપતિવરદૂતં વાતજાતં નમામિ ॥
(રામચરિતમાનસ)
તુલસીદાસજી પ્રાર્થના કરે છે: ‘અતુલ્ય બળના નિવાસસ્થાન સમા, સોનેરી પર્વત જેવા કાન્તિમાન, દાનવોના જંગલ માટે અગ્નિરૂપ, જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ, સર્વગુણોથી સંપન્ન એવા વાનરોના નેતા, રામજીના ઉત્તમ દૂત અને પવનપુત્ર હનુમાનજીને હું નમન કરું છું.’
‘આનંદ–રામાયણ’માં હનુમાનને સામર્થ્યસંપન્ન ગણાવાયા છે. એમાં કહ્યું છે: ‘રામના એકનિષ્ઠ સેવક હનુમાન જિતેન્દ્રિય હતા અને પોતાના કાર્યની સફળતા માટે ભારે આત્મવિશ્વાસ ધરાવનારા હતા. પોતાનાથી કોઈ ભૂલ થઈ જાય તો પોતાની જ નિંદા કરવાની તૈયારી રાખનારા હનુમાન પ્રાયશ્ચિત્ત કરવા ઉત્સુક રહેતા. એમની નિરીક્ષણશક્તિ અદભુત હતી. પોતાને ભાગે આવેલા મુખ્ય કામની સાથે સાથે બીજાં નાનાંમોટાં અનેક કામો પાર પાડવાની આવડત ધરાવનારા હનુમાન કર્તવ્યપરાયણ અને આજ્ઞાંકિત સેવક હતા.’
‘કંબ–રામાયણ’ (તમિલ)માં કહ્યું છે: ‘હનુમાન બળવાન અને પરાક્રમશાળી હતા. વદન કાંતિપૂર્ણ હતું. તેઓ સન્માર્ગગામી, નીતિનિપુણ, સત્યશીલ, નિષ્પાપ અને નિર્ભય હતા. ઉત્તમ વક્તા હતા તે સાથે કાર્યવ્રતધારી હતા. તેઓ કુશળ દૂત હતા, નમ્ર હતા અને રામના એકનિષ્ઠ ભક્ત હતા. વૈરાગ્યશીલ અને નિરાભિમાની હતા.’
‘કૃત્તિવાસ રામાયણ’ (બંગાળી)માં હનુમાનને સુગ્રીવના મંત્રી અને યોગ્ય સલાહ આપનારા સત્યવચની દૂત તરીકે ઓળખાવાયા છે. એમાં લખ્યું છે: ‘તેઓ વિનયશીલ, શ્રદ્ધાળુ અને રામ પર ઊંડો પ્રેમ રાખનારા ભક્ત હતા.’ ‘ભાવાર્થ-રામાયણ’ (મરાઠી)માં હનુમાનને ઉત્તમ નેતા ગણાવાયા છે. કોઈ ભૂલ થઈ જાય તો હનુમાનજી આત્મનિંદા કરવામાં પાછી પાની કરનારા ન હતા. હનુમાન વાયુ જેટલા ગતિવાન હતા. તેઓ સંકટના પ્રસંગે સહાયક બની રહેનારા હતા.
‘કાશ્મીરી-રામાયણ’ (ડોગરી ભાષા)માં હનુમાનને અત્યંત પરાક્રમી અને અજિંક્ય (અજેય) યોદ્ધા તરીકે બિરદાવવામાં આવ્યા છે. ‘મોલ્લ–રામાયણ’ (તેલુગુ)માં શક્તિમાન, સાહસિક અને તેજસ્વી એવા મહાવીર તરીકે હનુમાનનો મહિમા થયો છે.

હનુમાનજી વિષે મનમાં ઊંડો આદર છે, તેના ફળસ્વરૂપે મને જે શબ્દપ્રયોગ એમના મહિમા અંગે અંદરથી સ્ફુર્યો તે છે: પ્રજ્ઞાપરાક્રમશીલવાન. આપણે ત્યાં જ્ઞાની પંડિતો ઘણા હોય છે, પરંતુ તેમની પાસે પરાક્રમ નથી હોતું. ક્યારેક કોઈ મનુષ્યમાં પ્રજ્ઞા અને પરાક્રમનો સુમેળ જોવા મળે છે, પરંતુ એવા સમર્થ માણસ પાસે શીલની સંપત્તિ નથી હોતી. કોઈ એક માણસમાં જ્યારે પ્રજ્ઞા, પરાક્રમ અને શીલનું ત્રિવેણીતીર્થ પ્રગટ થતું દીસે ત્યારે એના પર હનુમાનજીના આશીર્વાદ જરૂર હોવાના.
અમારા ઘરથી થોડેક છેટે હનુમાનજીની દેરી આવેલી છે. સવારે ફરવા જવાનું થતું ત્યારે ઘણી વાર હનુમાનજીને પગે લાગતી વખતે સાંઈ મકરન્દ દવેનો રચેલો મંત્ર રટવાનું ગમતું: ‘શ્રી રામદૂતાય વરદહનુમંતાય મહાપ્રાણાય મહાબલાય નમો નમઃ ।।’
વાલ્મીકિ સુંદરકાંડના પ્રારંભે પ્રથમ શ્લોકમાં જ હનુમાનને ‘શત્રુકર્ષણ’ કહીને બિરદાવે છે.
તતો રાવણનીતાયાઃ સીતાયાઃ શત્રુકર્ષણઃ ।
ઇયેષ પદમન્વેષ્ટું ચારણાચરિતે પથિ ॥
(સુંદરકાંડ, સર્ગ 1, શ્લોક 1)
વાલ્મીકિ કહે છે: ‘પછી તો શત્રુઓનો સંહાર કરવાવાળા હનુમાનજીએ રાવણ દ્વારા હરાયેલી સીતાના નિવાસસ્થાનનો પત્તો મેળવવા માટે એવા આકાશમાર્ગે જવાનો વિચાર કર્યો જેના પર ચારણ લોકો (દેવજાતિવિશેષ) વિહાર કરતા હોય છે.’ સમુદ્રને ઓળંગી જવાના સંકલ્પનો અમલ કરતાં પહેલાં હનુમાને પૂર્વાભિમુખ થઈને પિતા પવનદેવને પ્રણામ કર્યાં. મહેન્દ્ર પર્વત પરથી છલાંગ લગાવતા પહેલાં એમણે રામનું સ્મરણ કર્યું અને પોતે રામજીનું કામ સફળ કરવા (રામવૃદ્ધયર્થ) જઈ રહ્યા છે એવો ભાવ હૃદયમાં દૃઢ કર્યો. ત્યાર બાદ આકાશ તરફ જોઈને પોતાની પ્રાણશક્તિને હૃદયસ્થ કરી (રુરોધ હૃદયે પ્રાણાન્ આકાશમ્ અવલોકયન્).
વાલ્મીકિ કહે છે કે શુભકાર્ય માટે પ્રસ્થાન કરતી વખતે વીર હનુમાનની ભીતર ત્રણ બાબતોનો આવિર્ભાવ થયો: તેજ, સત્ત્વ અને પરાક્રમ (તેજ: સત્ત્વ તથા વીર્યમ્ આવિવેશ સ વીર્યવાન્).
હનુમાનજીએ સાગરને પાર કરી જવા માટે છલાંગ મારી ત્યારે મૈનાક પર્વત નજરે પડ્યો એના પર વિસામો ક૨વા માટે હનુમાનજી ન રોકાયા અને માત્ર હાથ વડે એનો સ્પર્શ કરીને પ્રણામ કર્યા પછી કહ્યું: ‘રામ કાજુ કિન્હેં બિનુ મોહિ કહાઁ વિશ્રામ ।’
હનુમાન એક મહાન ધ્યેય લઈને પ્રસ્થાન કરી ચૂક્યા હતા એટલે એમને પોરો ખાવા માટે સમય બગાડવાનું પણ ન પાલવે. જ્યાં આવી એકનિષ્ઠા અને ધ્યેયપ્રાપ્તિ માટેની પ્રબળ આકાંક્ષા હોય ત્યાં થાક કેવો અને વિસામો કેવો?
પાઘડીનો વળ છેડે
સામાન્ય રીતે આપણે જે સંકલ્પ લઇએ તે મનોમન લેતાં હોઇએ છીએ. મનની કક્ષાએ લેવાયેલાં સંકલ્પને પ્રાણનું અનુમોદન ભાગ્યે જ પ્રાપ્ત થતું હોય છે. આપણા જેવા સામાન્ય માણસોનું આખું જીવન મનની કક્ષાએ લેવાયેલા તકલાદી સંકલ્પો પાર પાડવામાં જ વીતી જતું હોય છે.
સંકલ્પશક્તિ કેવળ સ્થૂળ તાકાતમાં પ્રગટ નથી થતી. એ ક્યારેક પ્રેમના ક્ષેત્રમાં પણ પ્રગટ થાય છે. પ્રેમના માર્ગમાં ક્યારેક ભારે સાહસની જરૂર પડે છે. ક્યારેક બે જણા એકબીજાંને પામવા માટે સમાજના બધા અવરોધોનો સામનો કરવામાં ખુવાર થઇ જાય તોય ‘પ્રેમપંથ પાવકની જ્વાળા’માં ઝંપલાવે છે. આવા મરજીવાને ભક્ત કવિ પ્રીતમના શબ્દો ઝટ સમજાય છે:
રામ-અમલમાં રાતા માતા પૂરા પ્રેમી પરખે જોને;
પ્રીતમના સ્વામીની લીલા તે રજનીદંન નરખે જોને.
હનુમાન રામભક્ત હતા અને ‘રામ-અમલમાં રાતા માતા’ હતા. હનુમાનનો સંકલ્પ મનની અને પ્રાણની કક્ષાએ લેવાયેલો સંકલ્પ હતો.
જીવનમાં કોઇ સાહસ કરતી વખતે કે જોખમ ઉઠાવતી વખતે મનની તાકાત સાથે જ્યારે પ્રાણશક્તિ જોડાય છે ત્યારે સૂક્ષ્મપણે કે માઇક્રો કક્ષાએ ‘હનુમાન ઘટના’ બનતી હોય છે. }

અમલપિયાલી:ઝાંઝરનો ઝણકાર કે હૃદયનો ધબકાર?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-sound-of-a-cymbal-or-the-beating-of-a-heart-134780560.html
વિનોદ જોશી છાનું રે છપનું કંઈ થાય નહીં, થાય નહીં,
ઝમકે ના ઝાંઝર તો કહેવાય નહીં..
- અવિનાશ વ્યાસ
શ લેવા જવું અને દોણી સંતાડવી’ એ કહેવત બહુ જાણીતી છે. સહુને છાશ લેવા જવું છે અને દોણી સંતાડેલી રાખવી છે. કોઈને ખબર ન પડે તેમ કશુંક કરી લેવાની અંગત કરામતો માણસ માટે સ્વાભાવિક છે. કદાચ જીવનમાં તે જ એને સૌથી વધુ રોમાંચક લાગે છે.
પ્રિયતમને છાનુંછપનું મળવા જતી અભિસારિકા કોઈને કહ્યા વગર નીકળી તો પડે, પણ પગમાં પહેરેલાં ઝાંઝર ઝમકી ઊઠે ત્યારે તેનો ધ્વનિ સાંભળીને તો કોઈ જાણી જ જાય કે એ છાનીછપની નીકળી છે. ઝાંઝર વગર જવું પણ નથી અને ઝાંઝર ઝમકે તે નિવારવું પણ છે. આ બેવડી વાતે સફળ થવાય તેવું નથી. એક તરફ ઝાંઝર પહેરીને જવામાં પિયુમિલનનો ઉન્માદ છે તો બીજી તરફ ઝાંઝર બોલી ઊઠે તેની ભીતિ છે. પ્રિયતમા માટે બહુ અવઢવની ઘડી છે આ.
પરિણામે છાનુંછપનું કશું કરી શકાતું નથી. ઝાંઝર પહેરીને જવું શક્ય નથી એ તો સમજાઈ ગયું. પણ ઝાંઝર તો ઝાંઝર છે. એ અવાજ ન કરે તો તેને ઝાંઝર કેમ કહેવાય? જેનો જે ગુણધર્મ હોય એ તો તે બજાવે જ. એટલે એ પણ સમજી જ લેવાનું કે ઝાંઝર તો અવાજ કરશે જ. સરવાળે છાનુંછપનું કશું થઈ શકવાનું નથી તેની પ્રિયતમાને ખબર પડી ગઈ છે. `થાય નહીં, થાય નહીં’ એમ બે વાર બોલવું એને આકરું તો પડ્યું જ હશે.
વાત પ્રિયતમ અને પ્રિયતમાની જ છે? ના, વાત સ્વધર્મની છે. પ્રિયતમ પ્રત્યે પ્રેમનો ઉમળકો આવવો એ જેમ સ્વાભાવિક છે તે જ રીતે ઝાંઝર ઝણકે તે પણ સ્વાભાવિક જ છે. જે જેનો ધર્મ હોય તે બજાવે. કમાલની વાત તો એ છે કે પ્રિયતમને મળવા જતી અભિસારિકાને ઝાંઝરનો ધ્વનિ વિક્ષેપકર લાગે છે તો પણ એ કહે છે કે ઝણકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં! આવું ખેલદિલીથી કહેવાયું હશે કે મજબૂરીથી તે વિચારવાનું કવિએ આપણા ઉપર છોડ્યું છે. પણ વાતમાં મર્મ તો જરૂર છે.
કિનારે બાંધેલી હોડી કિનારે જ બંધાયેલી રહે તો તેમાં તેનું હોડીપણું નથી. હોડીપણું તો તેના વહેવામાં છે. હોડી એ માત્ર આકાર નથી. વહેવું તે તેનો સાચો પરિચય છે. તે જ રીતે અહીં ઝાંઝરને એક વસ્તુમાંથી ઉગારી લઈ કવિએ તેને ઝણકતું કર્યું છે અને તેનો સંદર્ભ સીધો જ કોઈ મુગ્ધા અભિસારિકા સાથે જોડી દીધો છે.
કોઈ નર્તકી સાથે પણ આ સંદર્ભ જોડી શકાયો હોત, પણ કવિને તો ઉન્મત્ત પ્રેમના હિલ્લોળતા લય સાથે તેના ધ્વનિને સાંકળવો છે. તેનું કારણ એ છે કે હૃદયમાં પ્રસરેલા પ્રેમના ગુંજનને અને ઝાંઝરના ઝણકારને કોઈક મેળ છે. પણ અહીં તો બંનેને એટલું જ સામસામું પણ છે. પ્રિયતમાએ પ્રેમનું ગુંજન કોઈને સંભળાવા દેવું નથી અને એણે પહેરેલાં ઝાંઝર ચૂપ રહેતાં નથી. આ વિરોધાભાસ જ એટલો મજાનો છે કે આ અભિસારિકા પિયુમિલનને પામી હશે કે પછી એણે એની પાસે જવાનું માંડી વાળ્યું હશે તે વાત આપણા માટે રહસ્ય જ રહી જાય છે.
જોકે, આગળ જતાં તો આ મદઘેલી યૌવના હાર સ્વીકારી લેતી દેખાય છે. એ કહે છે કે `ઘાયલ ને પાયલ બે છુપ્યાં છુપાય નહીં, ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નહીં.’ કવિ આપણને હળવેક રહીને એવું સમજાવી દે છે કે આ ઝાંઝર એ ઝાંઝર નથી પણ પ્રેમ પોતે જ છે. એનો ઝણકાર કોઇથી અછાનો રહેવાનો નથી. આ ઝાંઝરનો ઝણકાર જ નથી પણ હૃદયનો ધબકાર પણ છે. ઝાંઝર જેવી વસ્તુ અહીં વસ્તુ મટીને ભાવ બની જાય છે ત્યારે આપણે અર્થોનાં કોષ્ટકો રચવામાંથી બહાર નીકળી જઈએ છીએ અને કેવળ પ્રેમ નામે એક મધુર ઝંકારનો અનુભવ કરવા લાગી છીએ, જે ભાષાની બહારનો બનીને આપણને વળગી પડે છે.
કવિતાનું આ જ તો કામ છે. }

દેશ-વિદેશ:ટ્રમ્પની અણઘડ વિદેશ નીતિ બ્રિક્સને પ્રોત્સાહન આપશે?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/will-trumps-clumsy-foreign-policy-boost-brics-134780520.html
ડૉ. જય નારાયણ વ્યાસ મ્પના પ્રમુખ બનતાની સાથે જ બ્રિક્સ પણ ચર્ચામાં આવ્યું છે. આ વર્ષે જુલાઈમાં બ્રિક્સ સમિટનું બ્રાઝિલમાં યોજાવાનું છે. એક બાજુ બ્રિક્સનું વિસ્તરણ થઈ રહ્યું છે, તો બીજી બાજુ તેના ભવિષ્ય વિશે અનિશ્ચિતતાઓ પણ છે. જાન્યુઆરીમાં, બ્રિક્સે સત્તાવાર રીતે ઇન્ડોનેશિયાને તેના દસમા સભ્ય તરીકે આવકાર્યું. અન્ય નવ દેશોએ બ્રિક્સ ભાગીદાર દેશો બનવા માટે આમંત્રણો પણ સ્વીકાર્યા, ભાગીદાર દેશોને વોટિંગ પાવર નથી મળતો.
ઇન્ડોનેશિયા, સાઉદી અરેબિયા અને તુર્કી બ્રિક્સ સભ્યપદ માટે મજબૂત ઉમેદવાર હતા. ઇન્ડોનેશિયા દક્ષિણપૂર્વ એશિયામાં સૌથી મોટું અર્થતંત્ર છે અને વ્યૂહાત્મક રીતે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં આવેલું છે. સાઉદી અરેબિયા વિશ્વનો ટોચનો તેલ નિકાસકાર અને મધ્ય-પૂર્વનો મુખ્ય ખેલાડી છે. જ્યારે તુર્કી જો સભ્ય બને, તો તે બ્રિક્સમાં જોડાનાર પ્રથમ નાટો સભ્ય હશે. જો તુર્કી અને સાઉદી અરેબિયા સભ્ય તરીકે જોડાય તો તે વિશ્વવ્યવસ્થામાં મોટા પરિવર્તનનો સંકેત હશે.
બ્રિક્સનું વધતું સભ્યપદ સૂચવે છે કે આ બ્લોક વિશ્વભરમાં વિશ્વસનીયતા મેળવી રહ્યું છે, પશ્ચિમી નેતૃત્વ હેઠળની સંસ્થાઓના વિકલ્પમાં સામેલ થવા આતુર વિવિધ અર્થતંત્રોને આકર્ષિત કરી રહ્યું છે. પરંતુ વધારે દેશોને સમાવવાથી જૂથની સર્વસંમતિમાં કાર્ય કરવાની ક્ષમતા ઘટવાનું જોખમ રહેલું છે.
2023ની બ્રિક્સ સમિટ પહેલા, ઇન્ડોનેશિયાએ તેમાં જોડાવા રસ દર્શાવ્યો હતો પરંતુ તત્કાલીન ઇન્ડોનેશિયન રાષ્ટ્રપતિ વિડોડોએ આમંત્રણને ૨૦૨૪ની દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી સુધી વિલંબિત કરવાની અપીલ કરી. એટલે 1 જાન્યુઆરી, 2024ના રોજ ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત જ સભ્ય બન્યા. તે પછીના વર્ષમાં વિસ્તરણ અંગે સંગઠનની અંદરના મતભેદોને કારણે ઇન્ડોનેશિયાનું સભ્યપદ અટવાયેલું રહ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં પશ્ચિમ વિરોધી ચીન અને રશિયા બ્રિક્સના વિસ્તરણ માટે દબાણ કરી રહ્યા છે, જ્યારે મધ્યમમાર્ગીય બ્રાઝિલ અને ભારત સંગઠનમાં પોતાનો પ્રભાવ ગુમાવવાના ડરને કારણે ખચકાટ અનુભવી રહ્યા છે.
નવા સભ્યોને જોડવામાં BRICS સભ્યોના ખચકાટને કારણે જ ગયા ઓક્ટોબરમાં યોજાયેલ શિખર સંમેલનના અંતે 13 નવા ભાગીદાર દેશોની આમંત્રણ યાદી નક્કી કરવામાં આવી. સભ્યના બદલે ભાગીદાર દેશનો દરજ્જો આપવાનો નિર્ણય સંગઠનનું વિસ્તરણ ઇચ્છતા દેશો અને ખચકાટ અનુભવતા દેશો વચ્ચે સમાધાનરૂપ છે. 1 જાન્યુઆરીએ બ્રાઝિલે બ્રિક્સનું વાર્ષિક પ્રમુખપદ સંભાળ્યું ત્યારે બેલારુસ, બોલિવિયા, કઝાકિસ્તાન, ક્યુબા, મલેશિયા, થાઇલેન્ડ, યુગાન્ડા અને ઉઝબેકિસ્તાન સત્તાવાર રીતે બ્રિક્સ ભાગીદાર બન્યા અને માત્ર પાંચ દિવસ પછી, બ્રાઝિલે ઇન્ડોનેશિયાને બ્રિક્સ સભ્ય તરીકે જાહેર કર્યું. નાઇજીરિયાએ 17 જાન્યુઆરીએ ભાગીદાર દરજ્જો સ્વીકાર્યો.
ઇન્ડોનેશિયાનું સભ્યપદ અચાનક જાહેર કરવામાં આવ્યું જે સૂચવે છે કે હવે જ્યાં સુધી કોઈ દેશ સભ્યપદ સ્વીકારે નહીં ત્યાં સુધી એની જાહેરાત કરવામાં નહીં આવે. સાઉદી અરેબિયાના સભ્યપદ સ્વીકાર અંગે મૌન અને 2023ની સભ્યપદ ઓફરને આર્જેન્ટિનાએ શરમજનક રીતે નકારી કાઢી. અનુભવથી બ્રિક્સે આ શીખ લીધી છે.
ઇન્ડોનેશિયાનો બ્રિક્સ પ્રવેશ સૂચવે છે કે જે દેશો પશ્ચિમ વિરોધી વિચારધારાને સમર્થન નથી આપતા તે પણ બ્રિક્સમાં સામેલ થઈ શકે છે. ઇન્ડોનેશિયાની હાજરી બ્રાઝિલ અને ભારતની બ્રિક્સની બિન-જોડાણવાદી પાંખને મજબૂત બનાવશે, જ્યારે તાજેતરમાં જોડાયેલ ઈરાન, રશિયા અને ચીનના પશ્ચિમ વિરોધી વલણને સમર્થન આપે છે.
સાઉદી અરેબિયા એક વર્ષથી વધુ સમયથી તેના 2023ના આમંત્રણ સાથે રમી રહ્યું છે. જાન્યુઆરીમાં, ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ’માં સાઉદી મંત્રીએ કહ્યું હતું કે દેશ હજુ પણ બ્રિક્સ સભ્યપદનું મૂલ્યાંકન કરી રહ્યો છે.
બ્રિક્સમાં રસ દર્શાવીને, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને અમેરિકાને સંકેત આપ્યો કે તેમની પાસે અન્ય વિકલ્પો પણ છે અને એ રીતે અમેરિકા સાથે દ્વિપક્ષીય સુરક્ષા કરાર પર ચાલી રહેલી વાટાઘાટોમાં પોતાના પક્ષે લાભ લેવા માગે છે. જોકે, ટ્રમ્પ ફરી પ્રમુખ બનતા સમીકરણ બદલાયું છે. જો સાઉદી અરેબિયા અને અમેરિકા વચ્ચે અનુકૂળ કરાર થઈ જાય તો તે બ્રિક્સ સભ્યપદ ઠુકરાવી શકે છે. સાઉદી અરેબિયા બ્રિક્સમાં જોડાય તો અમેરિકા તરફથી આર્થિક નુકસાનનો ભય પણ તેને રહેશે. સાઉદી અરેબિયાએ જે રીતે બ્રિક્સ આમંત્રણને લટકાવી રાખ્યું છે તેણે બ્રિક્સની નબળાઈઓ ખુલ્લી પાડી છે.

સાઉદી અરેબિયાથી વિપરીત, તુર્કી બ્રિક્સ સાથે જોડાવા માટે ઉત્સાહી છે. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને વારંવાર વૈકલ્પિક વૈશ્વિક સંસ્થાઓમાં જોડાવાની તેમના દેશની ઇચ્છા વિશે વાત કરી છે. તેમનો હેતુ યુરોપિયન યુનિયનને જવાબ આપનો છે. ઇયુમાં જોડાવા અંગેની તુર્કીની વાટાઘાટો 2018થી અટકી પડી છે. છેવટે હતાશ થઈને તુર્કીએ 2024માં બ્રિક્સ સભ્યપદ માટે અરજી કરી. જો તેનું સભ્યપદ સ્વીકારવામાં આવે, તો તુર્કી બ્રિક્સનો એકમાત્ર નાટો સભ્ય દેશ હશે. જોકે, બ્રિક્સે તુર્કીને ફક્ત ભાગીદારનો દરજ્જો ઓફર કર્યો છે. તુર્કીએ આમંત્રણનું સ્વાગત કર્યું છે પણ ભાગીદાર દેશ તરીકે જોડાવાનું સ્વીકાર્યું નથી.
તુર્કીને બ્રિક્સ સભ્યપદમાં જ રસ છે. તુર્કીને EUમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું હોત તો તેણે BRICS સભ્યપદ ન માગ્યું હોત. BRICSમાં ભાગીદાર તરીકેનો દરજ્જો સ્વીકારવાની તુર્કીની અનિચ્છા સૂચવે છે કે વૈશ્વિક મંચ પર માત્ર ભાગીદાર દેશ તરીકે ખાસ વજન નથી પડતું. તુર્કી નોંધપાત્ર વૈશ્વિક પ્રભાવ ધરાવે છે અને નાટો, કાળો સમુદ્ર ક્ષેત્ર, રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય-પૂર્વમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
બ્રિક્સ સાથે જોડાવા ઘણા દેશો રસ દર્શાવી રહ્યા છે જે બ્રિક્સ માટે સારો સંકેત છે. પરંતુ જેમ જેમ બ્રિક્સનું વિસ્તરણ થશે, તેમ તેમ તેની સંકલિત રીતે કામ કરવાની ક્ષમતા નબળી પડશે. સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં બ્રિક્સના વિદેશ પ્રધાનોની બેઠક યોજાઇ હતી જેમાં બ્રિક્સની સ્થાપના પછી પહેલી વાર બેઠક કોઈ સંયુક્ત નિવેદન વિના સમાપ્ત થઈ.
ઇજિપ્ત અને ઇથોપિયાએ યુએન સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક માટે દક્ષિણ આફ્રિકાના દાવાને ટેકો આપવાનો ઇનકાર કરી સંયુક્ત નિવેદન અટકાવી દીધું, જે નવા સભ્યોના ઉમેરા સાથે સર્વસંમતિ સુધી પહોંચવામાં મુશ્કેલીઓ દર્શાવે છે.
તુર્કી અને સાઉદી અરેબિયાનું બ્રિક્સ જોડાણ અમેરિકા માટે પણ સંકેત હશે કે ટ્રમ્પની વિદેશ નીતિ તેના સાથી દેશોને પણ દૂર ધકેલી રહી છે. પરંતુ જો તુર્કી અને સાઉદી અરેબિયા તેમની વર્તમાન વ્યૂહરચના જાળવી રાખે અને BRICSથી થોડું અંતર રાખી મર્યાદિત રીતે તેની સાથે જોડાય તો તેનાથી સ્પષ્ટ થશે કે મધ્યમ સત્તાઓ વૈશ્વિક વ્યવસ્થામાં પરિવર્તન નથી ઇચ્છતી. આ પરિસ્થિતિમાં, BRICS સાથેના સંબંધો માત્ર રાજદ્વારી સાધન તરીકે ઉપયોગી રહેશે. }

https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-soul-gazed-at-me-through-the-cracks-of-my-body-my-love-for-you-broke-through-deep-within-me-134780542.html
ત વર્ષની આશ્લેષાએ એક દિવસ સાંજના સમયે સ્કૂલમાંથી છૂટીને ઘરે આવીને એના પપ્પાને પૂછ્યું, ‘પપ્પા, મારી ટીચરે આજે મને કહ્યું કે હું આખી સ્કૂલમાં સૌથી વધુ બ્યૂટીફુલ છું.’
પપ્પાએ હસીને જવાબ આપ્યો, ‘દીકરી, આ જગતમાં એક નિયમ છે, એને કાર્ય-કારણનો નિયમ કહે છે. દરેક કાર્ય અથવા બાબતના મૂળમાં એક કારણ રહેલું હોય છે.’
આશ્લેષાએ એની નિર્દોષ આંખો પહોળી કરીને પૂછ્યું, ‘તો મને એ જણાવો કે હું બ્યૂટીફુલ છું એની પાછળ કયું કારણ રહેલું છે?’
‘તારી મમ્મી.’ પપ્પાએ તિરછી નજર કિચનમાં કામ કરી રહેલી પત્નીની દિશામાં ફેંકીને કારણ જણાવ્યું, ‘તારી મમ્મી આપણા આખા શહેરની સૌથી વધુ સુંદર સ્ત્રી છે; એની દીકરી આખી સ્કૂલમાં સૌથી સુંદર હોય જને!’
પિતાનો જવાબ સાંભળીને આશ્લેષા સંતોષાઇ ગઇ અને એની મમ્મી શરમાઇ ગઇ. આશ્લેષા એના પપ્પા મનીષભાઇ અને મમ્મી અંજલિબહેનની એકની એક દીકરી હતી. એ સુંદર હતી, ચબરાક હતી, ભણવામાં હોશિયાર હતી; એને પ્રશ્નો પૂછવાની આદત હતી.
બોર્ડની પરીક્ષામાં આશ્લેષા સ્કૂલમાં પ્રથમ નંબર લઇ આવી. સાંજે ઘરે આવીને એણે મમ્મીને પૂછ્યું, ‘મમ્મી, મને એક સવાલનો જવાબ આપ. હું આટલી હોશિયાર કેમ છું? મારા ‘સર’ મને કહેતા હતા કે યૂ આર બ્રિલિયન્ટ!’
અંજલિએ હસીને આશ્લેષાના ભાલ પર ચૂમી કરી લીધી, ‘દીકરી, તારી બ્રિલિયન્સ પાછળ એક કારણ રહેલું છે; તારા પપ્પા ખરેખર અત્યંત બુદ્ધિશાળી અને તેજસ્વી પુરુષ છે. કૂવામાં જે હોય તે હવાડામાં આવે જને!’
મનીષભાઇ આ સાંભળતા હતા. મમ્મીએ આપેલા જવાબથી આશ્લેષા ખુશ થઇ અને મનીષભાઇ ફુલાઇ ઊઠ્યા.
એ પછી સમય આવ્યો ભવિષ્યમાં વધુ અભ્યાસ માટે કઇ વિદ્યાશાખામાં એડમિશન લેવું તે નક્કી કરવાનો. મમ્મીની ઇચ્છા હતી કે દીકરી કોમર્સ લાઇનમાં જઇને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને, પપ્પા ઇચ્છતા હતા કે દીકરી ડોક્ટર બને. આશ્લેષાએ જાહેર કર્યું, ‘મારે કેમિસ્ટ્રી વિષયમાં ડોક્ટરેટ કરવું છે.’
મમ્મી-પપ્પાએ કારણ પૂછ્યું. આશ્લેષાએ જવાબ આપ્યો, ‘દરેક કાર્યની પાછળ એક કારણ હોય જ છે. મને બે પદાર્થો, બે તત્ત્વો કે બે વ્યક્તિઓની ભિન્ન કેમિસ્ટ્રી જાણવામાં અને એ બંનેની વચ્ચે થતી રાસાયણિક ક્રિયા સમજવામાં ઊંડો રસ પડે છે. મેં આટલાં વર્ષો સુધી તમારી બંનેની વચ્ચે ચાલતા કેમિકલ, ફિઝિકલ અને વૈચારિક રિએક્શન ખૂબ નજીકથી જોયાં છે.’
આશ્લેષા બાવીસ વર્ષની થઇ ત્યારે એમ. એસસી. કેમિસ્ટ્રી વિથ ગોલ્ડ મેડલ થઇ ચૂકી હતી. ભણવાનાં વર્ષોને ક્યાં કોઇ મર્યાદા હોય છે! પણ લગ્નની યોગ્ય વયને અવશ્ય એક સમય મર્યાદા હોય છે.
મનીષભાઇએ દીકરીને છોકરાઓ બતાવવાનું શરૂ કર્યું. વકીલ, ડોક્ટર, એન્જિનિયર, બિલ્ડર, બિઝનેસમેન. દરેક મુરતિયા તરફથી ‘હા’ આવી, કારણ કે બાવીસ વર્ષની આશ્લેષાનાં અંગોએ વળાંકભર્યા આકારો ધારણ કરી લીધા હતા; દરેક મુરતિયા માટે આશ્લેષા તરફથી ‘ના’ આવી કારણ કે બાવીસ વર્ષની આશ્લેષાના દિમાગમાં વિચારો પણ ચોક્કસ આકાર લઇ ચૂક્યા હતા.
મનીષભાઇ પિતાની મર્યાદા જાળવીને દીકરીને કંઇ પૂછી ન શક્યા એટલે એ કામ એમણે આશ્લેષાની ‘બેસ્ટ ફ્રેન્ડ’ સ્નિગ્ધાને સોંપ્યું. સ્નિગ્ધાએ પૂછ્યું, ‘આશુ, તું દરેક મુરતિયાને રિજેક્ટ શા માટે કરે છે?’
‘દરેક કાર્યની પાછળ એક કારણ રહેલું હોય છે. મેં જોયેલા બધા મુરતિયાઓ પ્રોફેશનલ્સ છે. વકીલ એનો આખો દિવસ કોર્ટમાં અને ઓફિસમાં વિતાવશે, ડોક્ટરનો દિવસ એના ક્લિનિકમાં પૂરો થઇ જશે, બિઝનેસમેન તો અઠવાડિયામાં એકવાર ઘરે આવશે. આવું જ બીજા બધાનું છે. સ્નિગ્ધા, લગ્ન પછી પુરુષોના દિવસો એમના ધંધા-નોકરી-વ્યવસાયમાં જ ખતમ થાય છે, પત્ની પાસે તો એ લોકો ફક્ત રાતે સૂવા માટે જ આવેછે. મારે તો મારા જીવનસાથીના જીવનમાં દિન-રાત મહેકતો મોગરો બનવું છે.’ આશ્લેષાએ જવાબ આપ્યો.
મમ્મી-પપ્પાને આ જવાબ જાણીને દુ:ખ તો થયું પણ એક વાતનો આનંદ પણ થયો: ‘દીકરી કાર્ય-કારણનો નિયમ બરાબર સમજે છે; જ્યારે પરણવા માટેનું કોઇ યોગ્ય કારણ ઊભું થશે ત્યારે દીકરી એ શુભ કાર્ય પણ કરશે.’
આશ્લેષા હવે ડોક્ટરેટની તૈયારીમાં લાગી ગઇ. એક દિવસ એના ગાઇડ પ્રો. બક્ષીએ એને ફોન કર્યો, ‘આશુ, આજે બપોરે તું ડિપાર્ટમેન્ટમાં આવી શકીશ? આપણા શહેરના જાણીતા બિઝનેસમેન જયમનભાઇ તને મળવા માગે છે.’
આશ્લેષા આ નામ પહેલીવાર સાંભળતી હતી પણ પ્રો. બક્ષીસાહેબનું માન જાળવવા માટે એ કેમિસ્ટ્રી વિભાગમાં પહોંચી ગઇ. પ્રો. બક્ષીની ચેમ્બરમાં પંચાવન. વર્ષના દેખાતા એક પ્રભાવશાળી સજ્જન બેઠા હતા અને બક્ષીસાહેબની સાથે મોટેથી હસીને વાતો કરી રહ્યા હતા. પ્રો. બક્ષીએ ઓળખાણ કરાવી, ‘આ છે મિ. જયમનભાઇ રંગવાલા. એમની મોટી કેમિકલ ફેક્ટરી છે. તારું એમ. એસસી.નું રિઝલ્ટ જાણીને એ તને મળવા માટે આવ્યા છે. હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ટુ એમ્પ્લોય યૂ એઝ એ…’

લગભગ એકાદ કલાક સુધી ચર્ચા ચાલી. ત્રેવીસમા વરસે માસિક દોઢ લાખનો પગાર મળતો હોય તો કોણ ના પાડે! આશ્લેષા શેઠજીની કંપનીમાં જોડાઇ ગઇ.
આશ્લેષાની કાર્યકુશળતાથી શેઠ રંગવાલા પ્રભાવિત થઇ ગયા. એમણે પોતાની અંગત ઓફિસમાં જ આશ્લેષાને બેસવાની અને કામ કરવાની વ્યવસ્થા કરી આપી. છ મહિનામાં તો આશ્લેષા જાણે આખી ફેક્ટરીની સ્વામિની બની બેઠી! શેઠજી દરેક વાતમાં આશ્લેષાને જ પૂછે અને એનું કહેવું જ માને એવું વાતાવરણ થઇ ગયું. હવે બપોરનું ભોજન પણ બંને સાથે લેવા લાગ્યાં.
‘હમણાંથી તું ઘરે બહુ મોડી આવે છે, દીકરી.’ મમ્મીએ પૂછ્યું. જવાબ કાર્ય-કારણમાં મળ્યો, ‘મારી કંપનીમાં મને મોટી અને મહત્ત્વની જવાબદારી અપાઇ રહી છે, મમ્મી. હવે મારે શેઠજીની સાથે બહારના પ્રવાસોમાં પણ જવાનું થશે.’
શેઠ રંગવાલા બ્યૂટીફુલ આશ્લેષાને લઇને મુંબઇ, ચેન્નાઇ, બેંગ્લુરુ અને કોલકાતાની બિઝનેસ ટૂર્સ કરવા લાગ્યા. એમાં ક્યારે એમણે આશ્લેષાના દિલ પર ‘હરા રંગ ડાલા’ કે આશ્લેષાએ એક દિવસ ઘરમાં જાહેર કરી દીધું, ‘પપ્પા! મમ્મી! હવે મારા માટે મુરતિયો શોધવાની મહેનત ન કરતાં. હું કોઇને સમય નહીં આપી શકું.’
આઘાત પામેલા મનીષભાઇએ પૂછ્યું, ‘બેટા, તારી જિંદગીનો આટલો બધો સમય તું તારી કંપની માટે આપે છે તે તને યોગ્ય લાગે છે? લોકો વાતો કરે છે કે રંગવાલા સારો પુરુષ નથી. એની પત્ની એના પિયરમાં બેઠી છે, છૂટાછેડા હજી થયા નથી, તારાથી મોટા તો રંગવાલાનાં સંતાનો છે. શહેરમાં એવી અફવા છે કે તારી અને રંગવાલાની વચ્ચે…’ પિતા મર્યાદાના કારણે વધુ બોલી ન શક્યા.
આશ્લેષાએ મર્યાદા તોડી નાખી, ‘હા, અમે બંને લિવ-ઇન રિલેશનશિપમાં છીએ. શેઠને છૂટાછેડા ભલે ન મળે પણ હું બધી રીતે એમની બની ગઇ છું.’
મમ્મી રડી પડી, ‘બેટા, આ તને શું સૂઝ્યું? ક્યાં 23 વર્ષની કાચી, કુંવારી કન્યા તું! અને ક્યાં એ લુચ્ચો, ખુસટ્ટ બુઢ્ઢો! તેં આવું શા માટે કર્યું?’
પહેલીવાર એવું બન્યું કે આશ્લેષાએ કોઇ કાર્ય કર્યું હતું પણ એની પાસે જાહેર કરવા જેવું કોઇ કારણ ન હતું. }

વાંચવાં જેવાં પુસ્તકો:વિશ્વની સદાબહાર બાળવાર્તાઓ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/evergreen-childrens-stories-from-around-the-world-134780544.html
વિશ્વની સદાબહાર બાળવાર્તાઓ Á શિવમ્ સુંદરમ Á પાનાં: 186 Á કિંમત: 300 રૂ.
શિવમ્ સુંદરમની મોટાભાગની બાળ વાર્તાઓ બોધરૂપ, રસરૂપ અને જીવનનું ઘડતર કરનારી હોય છે. તેમની પાસે બાળકો માટેની પ્રેરક વાર્તાઓનો ભંડાર છે. તેમની ‘વિશ્વની સદાબહાર બાળવાર્તાઓ’ તેમાંનું જ એક સર્જન છે. આ પુસ્તકમાં 27 જેટલી બોધ આપતી બાળ વાર્તાઓ છે. આ બધી ટૂંકી વાર્તાઓને ચિત્રો સાથે ઉલ્લેખવામાં આવી છે. પુસ્તકમાંની પહેલી વાર્તા ‘પતિંગ ભાટ’માં ભાટ અદભુત સિદ્ધિઓના નામે જોડકણાં જોડીને લોકોની વાહવાહી મેળવે છે. જ્યારે ‘માંકડાનું મોં’માં માંકડાં અને વાંદરાના મોઢાંની સરખામણીની જાપાની દંતકથાની વાત કરવામાં આવી છે.
‘સોનેરી ગુલાલ’, ‘મતલબી મિત્રો’, ‘સ્વચ્છતા’, સર્પ-રાક્ષસ, ‘શીતળ જંગલ’ અને ‘રાઇનો દાણો’ જેવી ઘણી વાર્તાઓ છે જે બાળકોને વાંચીને મજા પડી જાય. આ પુસ્તકનું કવર પેજ પણ ઘણું કલરફુલ અને કાર્ટૂન કેરેક્ટર જેવું છે, જેમાં પુસ્તક પર બેઠેલા બે નાનાં બાળકો, મહેલ, કુદરતી સૌંદર્ય અને ડ્રેગન દોરેલાં છે. અડધું તો પુસ્તકનું આ કવર જોઇને જ બાળકોને વાંચવાનું મન થઇ જાય.
***
ગોતી ગોતીને ગીતો ગાયાં Á માલિની સી. શાસ્ત્રી Á પાનાં: 72 Á કિંમત: 110 રૂ.
બાળકો વાંચનથી દૂર થતાં જાય એવી ફરિયાદ છે. માતા-પિતા પણ મોબાઈલમાં વધારે વ્યસ્ત હોય છે. પરંતુ જો માતા-પિતા કે દાદા-દાદીને રસ હોય અને બાળકો સાંભળવાના હોય તો પછી આ પુસ્તક ઉપયોગી થશે, કેમ કે બારેક વર્ષ સુધીનાં બાળકો ગાઈ શકે એવાં ગીતો અહીં પસંદ કરીને મુકાયાં છે. પુસ્તકમાં કુલ 43 ગીતો છે અને દરેક સાથે ચિત્રો પણ છે, જે બાળકોને ગમશે.
***
જનિનથી ક્રિસ્પર સુધીની સફર Á યોગેન્દ્ર જાની Á પાનાં: 172 Á કિંમત: 225 રૂ.
ફૂગ કે બેક્ટેરિયા વિશે આપણે જાણતા હોઈએ અને એ પછીય અસાધ્ય રોગો મટાડવા માટે બીજી અનેક પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી, જનિનશાસ્ત્રનો વિકાસ થયો એમ ક્ષેત્ર વિસ્તરતું ગયું એ સાથે ક્રિસ્પર પદ્ધતિ પણ આવી. મોટા ભાગે આ ટેક્નિક એનીમિયા, કેન્સર તેમજ બીજી આનુવંશિક બીમારીઓમાં ઉપયોગી છે. એટલે લેખકે આ અઘરો અને નવો વિષય પસંદ કરીને પુસ્તકમાં જનિન ચિકિત્સા, કોષ ચિકિત્સા, ક્રિસ્પર એમ બધું જ સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. એટલું જ નહીં, પુસ્તકની શરૂઆતમાં જનિન, રંગસૂત્રો કે જનિનજન્ય રોગોની સમજણ આપીને જનિનો અને મહત્ત્વના રોગો, બિનચેપી રોગો, જનિન ચિકિત્સા, વંશીય કોષો બાબતે પણ પ્રકાશ પાડ્યો છે. સાથે ક્રિસ્પર સાથે જોડાયેલા વિજ્ઞાનીઓની વાત કરીને વાચકોને સરળ પડે એ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
***
ફોર ટાઈમ સેવન 777 Á વંદના ચેતન
Á પાનાં: 125 Á કિંમત: 280 રૂ.
લેખિકા વંદનાની આ બીજી નવલકથા છે. રસાસ્વાદ અને રહસ્યમય વિષય તેમણે વાચકો સમક્ષ રજૂ કર્યો છે. જોકે, પુસ્તકનું શીર્ષક કુતૂહલ પ્રેરે છે અને વાચકોને પણ કદાચ મૂંઝવે ખરું. તેમ છતાં અગાઉ ‘લાગણીનું બાયનોક્યુલર’ જેવી સામાજિક નવલ આપ્યા પછી લેખિકાએ આ બીજો પ્રયાસ કર્યો છે. જોકે, જોડણીની અસંખ્ય ભૂલોને અવગણીએ તોય ‘ફોર ટાઈમ સેવન’ નવલકથા સામાજિક અને શૈક્ષણિક પરિવેશમાં શરૂ થાય છે અને આગળ વધતાં અનેક આશ્ચર્યો ઊભાં કરે છે. નવલકથાનાં વિવિધ પાત્રો વચ્ચેનો દ્વંદ્વ આ નવલકથાને મજબૂત બનાવતું પાસું છે. એ સાથે જ લેખિકાએ પુસ્તકમાં જરૂર પડ્યે ત્યાં અનેક વિચારપુષ્પ મૂક્યાં છે.
***
એસ્કૉર્ટ Á વિરલ વૈશ્નવ Á પાનાં: 358
Á કિંમત: 395 રૂ.
‘વળાવિયો’ શબ્દ કદાચ બહુ ઓછાને ખબર હશે, પણ અંગ્રેજી એસ્કૉર્ટનો સીધો ને સરળ અર્થ વળાવિયો થાય, જેને આપણે ભોમિયો કહીએ કે પછી રક્ષણ પૂરું પાડતી સશસ્ત્ર ટુકડી કહીએ. એમ તો સ્ત્રી સાથે સામાજિક નાતો રાખીને જતો પુરુષ પણ એવો વળાવિયો જ કહેવાય, પણ આ સમગ્ર કથામાં એસ્કૉર્ટની ભૂમિકા જરા જુદી છે. પતિ-પીડિત સ્ત્રીઓના દાખલા આપણી આસપાસ અનેકવાર જોઈએ, સાંભળીએ છીએ. એની સામે પત્ની-પીડિત પતિઓના કિસ્સાઓય છાસવારે આપણે જોઈએ છીએ. પત્નીની જોહુકમી હોય, કાયદાની બીક બતાવીને વગર કારણે પતિને દાબમાં રાખતી હોય એવો જ આ નવલકથાનો વિષય છે. જોકે, આ નથી ક્રાઈમસ્ટોરી કે નથી લવસ્ટોરી કે લવટ્રાયેન્ગલ સ્ટોરી. વાર્તાનો અંત પણ અકલ્પ્ય છે.
***
હૃદય રત્નો Á રોહિત શાહ Á પાનાં: 130
Á કિંમત: 400 રૂ.
‘મારી પ્રેરણાના અંગત પાત્રોની સંગત’ એવું પેટા શીર્ષક ધરાવતું આ પુસ્તક નામ મુજબ લેખકને અંગત રીતે પ્રેરણાદાયી લાગ્યા એવા લોકોની વાત કરે છે. પ્રેરણાની વાત આવે એટલે સમાન્ય રીતે મહાનુભાવોનાં નામ આવતા હોય છે, પરંતુ આ પુસ્તકમાં 17 પ્રકરણો છે અને ઘણાંખરાં નામો એવાં છે, જે દરેક વાચકને જાણીતા ન પણ લાગે. લેખકને તેમાંથી પ્રેરણા મળી છે, માટે અહીં તેનો સમાવેશ કર્યો છે.

હિડન ટ્રુથ:હવામાંથી શસ્ત્ર ઉત્પન્ન કરવા તે માત્ર કલ્પના નથી!
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/its-not-just-a-fantasy-to-create-weapons-from-the-air-134780546.html
જયેશ દવે કલ્પની તાકાત અને વિચારોની શક્તિથી કોઈ પણ શારીરિક તાકાત વગર પદાર્થને ખસેડી શકાય છે. આ અંગેના હજારો પ્રયોગો થયા છે અને સનાતન શાસ્ત્રોમાં પણ આ વાત જોવા મળે છે. આ સાઇકોકાઈનેસિસ ખૂબ પ્રયોગો થયા છે અને વિજ્ઞાન પણ તેને પડકારી શક્યું નથી. વૈજ્ઞાનિકોની હાજરીમાં થયેલા કેટલાક પ્રયોગો દરમિયાન કરાયેલી કિર્લિયન ફોટોગ્રાફીમાં વ્યક્તિથી વસ્તુ સુધી ઊર્જા જતી હોવાનું જોવા મળ્યું છે.
વસ્તુના સ્થળાંતરણ અને ઉર્ધ્વગમન (લેવિટેશન) ઉપરાંત સંકલ્પ અને મનની શક્તિ દ્વારા કોઈ વસ્તુને ઉત્પન્ન કે અદૃશ્ય કરી શકાય ખરી? વિજ્ઞાનના નિયમો મુજબ અણુના ગઠન અને વિઘટન માટે આખરે તો ઊર્જાની જ જરૂર હોય છે. ભૌતિક કે રાસાયણિક ઊર્જા દ્વારા જ આ પ્રક્રિયા થઈ શકે તેવું જરૂરી નથી. કોઈ જ ભૌતિક કારણ વગર કોઈ વસ્તુ પ્રગટ કે અદૃશ્ય થાય ત્યારે ચમત્કાર લાગે પરંતુ આ શક્ય છે અને તેનાં અનેક ઉદાહરણો જોવા મળે છે. યાદ રાખવું ઘટે, સ્વામીબાબા, ગુરુજીઓ કે ચમત્કારી ફકીરો દ્વારા બતાવવામાં આવતી મોટા ભાગની આવી ઘટનાઓ છેતરપિંડી કે કરામત હોય છે, પરંતુ આ અશક્ય નથી.
મહાભારત, રામાયણ કે પછી પુરાણ કથાઓમાં હવામાંથી શસ્ત્ર પ્રગટ કરવા, સ્વયં એક સ્થળેથી અંતર્ધ્યાન કરી બીજા સ્થળે પ્રગટ થવું આવા અનેક પ્રસંગો જોવા મળે છે. સિદ્ધ યોગીઓનાં ચરિત્રો, આત્મકથા સહિતનાં પુસ્તકોમાં પણ આવા પ્રસંગો વાંચવા મળે છે. પરમહંસ યોગાનંદની આત્મકથાત્મક પુસ્તક ‘યોગી કથામૃત’ના એક પ્રકરણમાં એક ચમત્કારી ફકીરની વાત કરવામાં આવી છે. સ્વામી યુક્તેશ્વરજીએ યોગાનંદજીને આ ફકીરના ચમત્કાર વિશેની વાત કરે છે.
તેમણે કરેલી વાતનો ભાવાનુવાદ જોઈએ તો, એક હિંદુ યોગી સાથે મુલાકાત અને તેમની પાસેથી શીખેલી સાધના દ્વારા મેળવેલી સિદ્ધિઓને કારણે અફઝલખાન નામના ફકીર ચમત્કારો કરી શકતા હતા. તે કોઈ પણ વસ્તુને હાથ લગાવ્યા વગર અદૃશ્ય કરી શકતા. ઈચ્છે તે વસ્તુને મેળવી શકતા અને પ્રગટ કરી શકતા. યુક્તાનંદજીની હાજરીમાં પણ તેમણે ચમત્કાર કરેલા.
ફકીર અફઝલે તે સમયે સામાન્ય યુવાન એવા યુક્તાનંદજીને કહ્યું, ‘બહાર બગીચામાંથી એક પત્થર લઈ આવો અને તેના પર સાહીથી તમારું નામ લખો.’ પછી તેમણે એ પત્થરને બાજુમાં જ વહેતી ગંગા નદીમાં દૂર ફેંકી દેવા જણાવ્યું. પત્થર ડૂબી ગયો પછી અફઝલે નદીમાંથી એક બાલદી પાણી મગાવ્યું. બાલદી બધાની સામે રાખી તેમણે બૂમ મારી, ‘હઝરત ...., પેલો પત્થર આ બાલદીમાં નાખ.’ અને તે સાથે જ તે સાહીથી નામ લખેલો પત્થર બાલદીમાં આવી ગયો.
આ પછી રૂમમાં ઉપસ્થિત બાબુ નામના વ્યક્તિની સોનાની ચેન અને ઘડિયાળ પણ તેણે ગુમ કરી બતાવી. જેમને જે પીણું પીવાની ઈચ્છા હોય તે અને ભોજન પણ ઉપલબ્ધ કરી બતાવ્યું. આ ફકીર પોતાની શક્તિનો ગેરઉપયોગ કરતા હતા અને સોનાનાં ઘરેણાં તથા રેલવેની ટિકિટ્સ પણ ગુમ કરી દીધાની ઘટનાઓથી બંગાળ રેલવે પણ પરેશાન હતી. સિદ્ધિના ગેરઉપયોગને કારણે જે ગુરુએ અફઝલને આ જ્ઞાન આપ્યું હતું તેણે જ તેની આ સિદ્ધિ પરત લઈ લીધી તેવું આ પુસ્તકમાં જણાવાયું છે.
આ પુસ્તકમાં રહસ્યમય તાવીજ અંગેના પ્રકરણમાં જણાવ્યું છે કે, મુકુંદ એટલે કે યોગાનંદજીની માતાને એક સંતે કહ્યું હતું કે તમારા પ્રાર્થના સમયે એક તાવીજ પ્રગટ થશે અને તે મુકુંદને આપવું. સંતે જાણેલા મુજબ મુકુંદનાં માતાના હાથમાં જ ચાંદીનું તાવીજ પ્રગટ થયું હતું. આ તાવીજ યોગાનંદજી સાથે નિશ્ચિત સમયે રહ્યા સુધી આપોઆપ અદૃશ્ય થઈ ગયું હતું. ‘સુગંધ સંત’ નામના પ્રકરણમાં એક સંત કોઈ પણ પ્રકારની સુગંધ પ્રસરાવી શકતા હતા તેના ચમત્કારની વાત પણ છે.
આ કેવી રીતે શક્ય બને તેનો ખુલાસો પણ આ જ પ્રકરણમાં કરાયો છે. આપણે ઇન્દ્રિયો દ્વારા જે રસ, રંગ, રૂપ, ગંધ, શ્રવણ, સ્પર્શ અનુભવીએ છીએ તે પરમાણુના તરંગો-વાઈબ્રેશનમાં થતાં ફેરફારને કારણે છે. આ તરંગો-વાઈબ્રેશનમાં ફેરફાર પ્રાણ અણુ, પ્રાણ શક્તિ અને સૂક્ષ્મ તનમાત્રા દ્વારા થાય છે. સમજી શકાય છે કે, પ્રાણ શક્તિ અને સૂક્ષ્મ તનમાત્રા એ તાકાત છે જે અણુ, પરમાણુનું યોગ્ય રીતે ગઠન અને વિઘટન કરી શકે છે. કોઈ પદાર્થ ઉત્પન્ન કરવો કે અદૃશ્ય કરવો તે આ શક્તિના વિશિષ્ટ પ્રયોગ દ્વારા શક્ય બનતું હોય છે.
આમ છતાં ખરેખર જ આવું બની શકે? આવી શંકા રહે. કારણ કે, આ ઘટનાઓ આપણે વાંચી છે, જોઈ નથી. પરંતુ 1990 પછીના વર્ષોમાં પણ આવી ઘટનાઓ બની છે અને તે પણ કડક પરીક્ષણ અને વૈજ્ઞાનિકોની હાજરીમાં! આ પ્રયોગોની વાત આવતા રવિવારે. }

સ્વરૂપ Says:શિક્ષણમાં કલાનો ઉપયોગ કઇ રીતે કરી શકાય?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/how-can-art-be-used-in-education-134780551.html
સ્વરૂપ સંપટ રતમાં‘ ધ નેશનલ એજ્યુકેશન પોલિસી’ (એનઇપી 2020) અંતર્ગત શિક્ષણ સુધારણાના અનેક નવા વિચારો પ્રસ્તુત કરવામાં આવ્યા છે. મોટા ભાગના લોકો ત્રિભાષી નીતિ અંગે વાત કરતા હોવા છતાં શિક્ષણમાં કલાનો ઉપયોગ કરવાની બાબત વધારે રોમાંચક છે. આને આર્ટ-ઇન્ટિગ્રેડેટ શિક્ષણ પણ કહે છે. તેનો અર્થ એવો થાય છે કે ચિત્રકામ, સંગીત, નાટક અથવા નૃત્યકલા દ્વારા વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન તથા ભાષા શીખવામાં કલા મદદરૂપ બને. માત્ર નોટબુક્સ દ્વારા શીખવાને બદલે વિદ્યાર્થીઓ કંઇક કરીને અથવા બનાવીને શીખે છે. કંટાળાજનક વિષયને કલા સાથે સાંકળીને તેને રોમાંચક બનાવે છે. આમ કરવાથી વિદ્યાર્થી કોઇ પણ વિષયને સહેલાઇથી યાદ રાખી શકે છે.
ઉદાહરણ તરીકે, ગણિતમાં ભૌમિતિક આકારો વિશે માત્ર વાંચવાને બદલે વિદ્યાર્થીઓ તેના મોન્ડિઅન પેઇન્ટિંગ્સ જેવા આકાર દોરીને તેમાં કલર કરીને યાદ રાખી શકે છે. વિજ્ઞાનમાં તેઓ પતંગિયાના જીવનચક્રને તસવીરોની શ્રૃંખલા બનાવીને રજૂ કરી શકે છે. સામાજિક વિજ્ઞાનમાં તેઓ પરંપરાગત વર્લી અથવા મધુબની ચિત્રશૈલી દ્વારા ઐતિહાસિક ઘટનાઓ અથવા તેના દૈનિક જીવનને દર્શાવી શકે છે. આ સ્વયંભૂ અનુભવ તેમને કોઇ પણ મુદ્દાને વધારે સારી રીતે સમજવામાં અને લાંબા સમય સુધી યાદ રાખવામાં મદદરૂપ નીવડે છે.
શિક્ષણમાં કલાના માધ્યમનો ઉપયોગ કરીને અભ્યાસ કરવાથી સરળતાથી વિષયોને સમજાય છે અને લાંબા સમય સુધી યાદ રહે છે. વિદ્યાર્થીઓ જ્યારે ચિત્ર, વાર્તાકથન અથવા અભિનય જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે ત્યારે તેઓ વિષયવસ્તુ સાથે વધારે ઊંડાણથી જોડાય છે. આના કારણે મુશ્કેલ વિષયોને સહેલાઇથી યાદ રાખી શકે છે. પરંપરાગત રીતે શિક્ષણની પદ્ધતિથી શીખવાનો સંઘર્ષ કરતાં વિદ્યાર્થીઓને પણ આ રચનાત્મક રીતે શીખવવાની પદ્ધતિથી તેઓ સરળતાથી વિષયને સમજી શકે છે.
કલાને અલગ વિષય તરીકે શીખવવાને બદલે શિક્ષકો તેનો ઉપયોગ અનેકવિધ રીતે કરી શકે છે, જેમ કે નૃત્ય, અભિનય, સંગીત અને વિઝ્યુઅલ આર્ટ્સ વગેરે દ્વારા તેઓ મુશ્કેલ વિષયોને પણ વધારે અસરકારક રીતે શીખવી શકે છે. રૂઢિગત રીતે શૈક્ષણિક બાબતોને શીખવવાને બદલે તેને કલાત્મક અભિવ્યક્તિ, મનન કરવું, સામાજિક-ભાવનાત્મકની સાથે શીખવવાની પદ્ધતિથી વિદ્યાર્થીઓ વધારે સહેલાઇથી સમજી શકે છે.
આર્ટ-ઇન્ટિગ્રેટેડ શિક્ષણથી વર્ગનું વાતાવરણ હળવું ફૂલ બનાવી શકાય છે. બાળકો જ્યારે ચિત્ર દોરતાં હોય, પેઇન્ટિંગ કરતા હોય અથવા વાર્તાનુસાર અભિનય કરતા હોય ત્યારે તેમાં તેઓ પોતાના વિચારો અને ભાવનાઓને પણ વ્યક્ત કરે છે. તેમનો આત્મવિશ્વાસ વધે છે. તેથી તેઓ વધારે સારી રીતે સંવાદ સાધી શકે છે. જે વિદ્યાર્થી પોતાને શાબ્દિક રીતે વ્યક્ત ન કરી શકતાં હોય, તેમના માટે આ ઘણું મદદરૂપ નીવડે છે. ગ્રૂપમાં કોઇ આર્ટ પ્રોજેક્ટ પર કામ કરવાથી ટીમવર્કમાં કામ કરતાં તથા અન્યના વિચાર-મંતવ્યને માનતા, અન્ય વિદ્યાર્થીઓ સાથે વધારે સારી રીતે જોડાતાં શીખવા મળે છે.
આર્ટ-ઇન્ટિગ્રેટેડ દ્વારા ઇતિહાસનાં પ્રકરણોમાં વિદ્યાર્થીઓ પેઇન્ટિંગ્સ અથવા અભિનય દ્વારા ઐતિહાસિક ઘટનાઓની પુન:રચના કરીને વધારે વાસ્તવિક રીતે શીખી શકે છે. ગણિતમાં તેઓ પેટર્નમાં વૈવિધ્ય લાવી શકે છે અને સહેલાઇથી યાદ રાખી શકે છે. એ જ રીતે વિજ્ઞાનના પ્રયોગોના અનુભવ પણ વિદ્યાર્થીઓ પોતે જે જુએ અથવા તે બાબતો પર કઇ રીતે કામ કર્યું તે સમજાવતાં મોડલ્સ બનાવીને વિષયનો વધારે આનંદ માણી શકે છે.
આર્ટ-ઇન્ટિગ્રેટેડ શિક્ષણ રચનાત્મકતા અને સંશોધનથી ભરપૂર છે. વિદ્યાર્થીઓને જ્યારે રચનાત્મક વિચારધારાથી પ્રોત્સાહિત કરવામાં આવે ત્યારે તેઓ કોઇ પણ સમસ્યાને વધારે સારી રીતે ઉકેલી શકે છે, કારણ કે તેમને પ્રયોગાત્મક પ્રોત્સાહન, પ્રતિભાવ અને વિવિધ મુદ્દાઓ પર વિચારવા મળે છે. તેના કારણે તેમનામાં જટિલ વિચારક્ષમતાની પ્રક્રિયા વિકસે છે, વિદ્યાર્થી તરીકે તેઓ વિશ્લેષણ કરે છે અને માહિતી અથવા જાણકારીને રજૂ કરવાના નવા-નવા સ્રોત શોધે છે. આ સ્કિલ્સ શાળાજીવન દરમિયાન જ નહીં, પણ આજીવન તેમને મદદરૂપ નીવડે છે.
આમ કરવાથી વિદ્યાર્થીની સામાજિક અને ભાવનાત્મક સ્કિલ્સ સુધરે છે. કલા વિદ્યાર્થીઓ માટે તેમની ભાવનાઓ અભિવ્યક્ત કરવાની સલામત જગ્યા હોવા ઉપરાંત, તેમની લાગણીઓને જગાડે પણ છે. કલાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વ-જાગૃતિની ભાવના અને આત્મવિશ્વાસનો વિકાસ થાય છે. તેનાથી તેઓ જે શીખ્યા હોય તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેના વિવિધ સાંસ્કૃતિક અને વિષયવસ્તુને પણ સમજવામાં આવે છે. તદુપરાંત, કોઇ પણ કલા પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરવાથી વિદ્યાર્થીઓમાં સહભાગિતા, એકબીજા સાથે વાતચીત કરવા તથા આંતરિક સન્માન પણ જાગે છે.

આર્ટ-ઇન્ટિગ્રેટેડ શિક્ષણથી સાંસ્કૃતિક સમજણ અને પ્રશંસાની ભાવના પણ દૃઢ બને છે. તેઓ આપણા દેશના સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિથી વાકેફ થાય છે. તેઓ પોતાનાં મૂળિયાં સાથે વધારે દૃઢતાથી જોડાય છે અને તેમની સાંસ્કૃતિક ઓળખ માટે ગૌરવ અનુભવે છે. તેનાથી તેમને વૈશ્વિક કલાત્મકતાનો પણ પરિચય થાય છે, જે તેમના માટે દુનિયાને સમજવાના તમામ માર્ગ ખુલ્લા કરી દે છે.
આ ઉપરાંત આર્ટ-ઇન્ટિગ્રેટેડ શિક્ષણ મસ્તિષ્કના એકથી વધુ વિભાગોને સાંકળીને સર્વાંગી વિકાસ કરે છે. તાર્કિક રીતે વિચાર અને વિશ્લેષણ કરવાની સ્કિલ્સ વધારે મજબૂત બને છે. રચનાત્મકતા અને કલ્પનાશક્તિ કલા થકી જ વધારે સમૃદ્ધ બને છે. સંતુલિત રીતે વિકાસ આસપાસના લોકો માટે પણ અત્યંત આવશ્યક છે.
આ પદ્ધતિના ઉપયોગ શિક્ષકોને મદદરૂપ બને છે, રચનાત્મક રીતે સાંકળવા જેવા સ્રોત વગેરે શિક્ષકોને ખૂબ સહાયક નીવડે છે. શૈક્ષણિક અભ્યાસક્રમ અનુસાર કલા સાથે જોડાવું અને મારા દ્વારા શિક્ષકોની હેન્ડબુક તેમને એક પછી એક પ્લાન્સથી વાકેફ કરે છે. આ સ્રોતો અનેક પ્રવૃત્તિઓ દર્શાવે છે, જેમાં અભ્યાસક્રમને કલા સાથે સાંકળેલો હોય. વિદ્યાર્થીઓ જે-તે સ્રોતની આગવી શૈલીમાંથી શીખે છે અને પોતાની રીતે પોતાની કલાત્મકતા જે તેમનાથી પ્રેરિત થઇ હોય તે વ્યક્ત કરે છે. ભારતીય લોકકલાથી પ્રેરિત અન્ય પ્રવૃત્તિઓ પણ છે, જેનાથી વિદ્યાર્થીઓ તેની રચનાત્મકતા દ્વારા પોતાની સાંસ્કૃતિક પરંપરાઓ અંગે શીખી-જાણી શકે છે.
એનઇપી-2020નું મૂલ્યાંકન છે કે આર્ટ-ઇન્ટિગ્રેટેડ શિક્ષણ એ માત્ર અભ્યાસને આનંદભર્યો બનાવે છે, એવું નથી. તે રચનાત્મકતા, મુશ્કેલીમાં પણ વિચારક્ષમતા અને સમસ્યાનો ઉકેલ લાવનાર સ્કિલ્સના વિકાસનું શક્તિશાળી માધ્યમ છે. કલા દ્વારા શીખવાથી વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ સાથે વધારે ઊંડાણથી સંકળાઇ શકે છે અને તેમની આસપાસની દુનિયાને વધારે સારી રીતે સમજી શકે છે. દરેક વિદ્યાર્થી તેમની શીખવાની જે શૈલી હોય તે સિવાય તેમની પાસે શીખવાની અને તેનો આનંદ માણવાની તક હોય છે. કલા દ્વારા શિક્ષણ વધારે સાર્થક અને યાદગાર બની રહે છે. }

વાત તનમનની:ઓટિઝમ: બાળકને સમાજથી એકલા પાડતો ડિસઓર્ડર
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/autism-a-disorder-that-isolates-a-child-from-society-134780547.html
મનન ઠકરાર પ્રશ્ન: ઓટિઝમ શું હોય છે? તેનાં લક્ષણો શું હોય છે?
ઓટિઝમ એટલે ‘ઓટિસ્ટિક સ્પેક્ટ્રમ ડિસઓર્ડર’ (એએસડી). તે ન્યૂરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે. આ સ્થિતિ બાળપણમાં જ દેખાય છે અને તે મગજના વિકાસને અસર કરે છે. તેનાથી સામાજિક કૌશલ્ય, સંચાર અને વર્તનમાં મુશ્કેલી આવે છે. ‘સ્પેક્ટ્રમ’ શબ્દ એ દર્શાવે છે કે ઓટિઝમનાં લક્ષણો અને તીવ્રતા દરેક વ્યક્તિમાં અલગ-અલગ હોઈ શકે છે—કોઈમાં હળવાં લક્ષણો હોઈ શકે અને કોઈમાં ગંભીર.
ઓટિઝમનું કારણ હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી, પણ સંશોધકો માને છે કે તે આનુવંશિક અને પર્યાવરણીય પરિબળોનું મિશ્રણ હોઈ શકે. આ રોગ ચેપી નથી. તેની સાથે વેક્સિનનો કોઈ સંબંધ નથી.
ઓટિઝમનાં લક્ષણો સામાન્ય રીતે 12થી 18મહિનાની ઉંમરથી દેખાવાં લાગે છે, પણ કેટલાંક બાળકોમાં તે પછી પણ જોવા મળે છે. લક્ષણોમાં બીજાઓ સાથે આંખનો સંપર્ક ટાળવો, ચહેરાની હાવભાવ કે લાગણીઓને સમજવામાં તકલીફ, મિત્રો બનાવવામાં રુચિ ન હોવી કે એકલા રહેવું, બીજાઓની લાગણીઓ પર પ્રતિક્રિયા આપવામાં ઓછું ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓટિઝમના ભોગ બનેલા બાળકને બોલવામાં તકલીફ પડે છે. તે શબ્દોનો અસામાન્ય ઉપયોગ, જેમ કે એક જ વાક્ય વારંવાર બોલે છે. સંવાદ શરૂ કરવામાં કે જવાબ આપવામાં હાસ્યાસ્પદ વલણ ધરાવે છે. કેટલાંક બાળકો સંપૂર્ણપણે બોલ્યા વિના હાવભાવ કે ઇશારામાં વાતચીત કરે છે. એક જ ક્રિયા વારંવાર ફરીથી કરે છે, જેમ કે હાથ ફેરવવા, વસ્તુઓને ગોઠવે છે. તેનું નિશ્ચિત રૂટીન બદલાય એટલે રડે છે. ખાસ વસ્તુઓ કે વિષયો (જેમ કે ટ્રેન કે ગણિત) પર વધુ ધ્યાન આપે છે. શબ્દો, અવાજો કે ચીજો પ્રત્યે અસામાન્ય પ્રતિક્રિયા, જેમ કે કેટલાક અવાજોથી તેને તકલીફ પડે છે.
ઓટિઝમનાં લક્ષણો દરેક વ્યક્તિમાં અલગ હોઈ શકે છે. કેટલાંક બાળકો ‘ઓટિસ્ટિક સેવન્ટ’ હોઈ શકે, જેમાં તેમની યાદશક્તિ કે કલા ખૂબ સારી હોય (જેમ કે ચિત્ર દોરવું).
લક્ષણોની તીવ્રતા પર આધારે, ઓટિઝમને હળવું (લેવલ 1), મધ્યમ (લેવલ 2) અને ગંભીર (લેવલ 3)માં વર્ગીકૃત કરવામાં આવે છે. જો શંકા હોય તો ડૉક્ટર દ્વારા નિરીક્ષણ, વર્તનનું મૂલ્યાંકન અને વિકાસની પ્રગતિનું ચલણ જોઈને નિદાન થઈ શકે.
ઓટિઝમની સારવાર અને દવાઓ
ઓટિઝમની સારવાર માટે દવાઓ ઉપરાંત થેરપીઓ અસરકારક છે. એનો ઉદ્દેશ બાળકનાં કૌશલ્યો વિકસાવવાં, સમસ્યાઓ ઘટાડવી અને જીવનની ગુણવત્તા સુધારવાનો છે. થેરપીઓ વ્યક્તિગત જરૂરિયાતો પર આધાર રાખે છે. મુખ્ય થેરપીઓમાં બિહેવિયરલ થેરપી સૌથી વધુ ઉપયોગી છે. બાળકને નવાં કૌશલ્યો (જેમ કે સંચાર, સામાજિક વર્તન) શીખવવા માટે સકારાત્મક પ્રોત્સાહન આપવામાં આવે છે. સારવાર દરમિયાન દરરોજ 20-40 કલાકની સતત પ્રગતિ જોવાય છે.
સ્પીચ થેરપી દ્વારા વાતચીત અને કોમ્યુનિકેશન સુધારી શકાય છે. શબ્દોનો ઉપયોગ, હાવભાવ અને સંવાદની ક્ષમતા વિકસાવી શકાય છે. ઓક્યુપેશનલ થેરપી (OT)માં દૈનિક જીવનનાં કાર્યો (જેમ કે ખાવું, ડ્રેસ પહેરવું) શીખવવામાં આવે છે. સેન્સરી ઇન્ટિગ્રેશન થેરપી દ્વારા અવાજો, પ્રકાશ જેવી ચીજો પ્રત્યેની સંવેદનશીલતા ઘટાડવામાં આવે છે.
સોશિયલ સ્કિલ્સ ટ્રેનિંગમાં બીજાઓ સાથે સંવાદ, શેરિંગ અને મિત્રતા કેવી રીતે કરવી તે શીખવવામાં આવે ગ્રૂપ એક્ટિવિટીઝ દ્વારા પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. પેરેન્ટલ ટ્રેનિંગ દ્વારા માતા-પિતાને બાળકના વર્તનને સમજવા અને ઘરે સહાય કરવા તાલીમ અપાય છે.
દવાઓ: ઓટિઝમ માટે કોઈ ચોક્કસ દવા નથી, કારણ કે તે એક સ્થિતિ છે, રોગ નથી. પણ કેટલાંક લક્ષણોને નિયંત્રિત કરવા માટે દવાઓ આપવામાં આવે છે. એન્ઝાયટી અને ચીડિયા સ્વભાવ માટે એન્ટિ-એન્ઝાયટી દવાઓ, હાયપર એક્ટિવિટી માટે સ્ટિમ્યુલન્ટ્સ, એન્ટિપ્સાઇકોટિક દવાઓ આપી શકાય, પણ આ દવાઓ ફક્ત ડૉક્ટરની સલાહથી લેવી જોઈએ, કારણ કે તેની સાઇડ ઇફેક્ટ્સ હોઈ શકે.
થેરપીની સફળતા બાળકની ઉંમર, લક્ષણોની તીવ્રતા અને પરિવારના સહયોગ પર નિર્ભર કરે છે. સારી શિક્ષણ વ્યવસ્થા (જેમ કે સ્પેશિયલ નીડ્સ શાળા) અને પરિવારનો સપોર્ટ જીવનને સરળ બનાવે છે.
ઓટિઝમ એ એક આજીવન સ્થિતિ છે, પણ સાચી થેરપી અને સમર્થનથી બાળકો સારી રીતે વિકસી શકે છે. દવાઓ ફક્ત લક્ષણોને નિયંત્રિત કરવા માટે છે, મૂળ સમસ્યાનો ઉપચાર નથી. જો તમને કોઈ બાળકમાં આવાં લક્ષણો દેખાય તો તરત નિષ્ણાતની મદદ લેવી જોઇએ. }

હરદ્વાર ગોસ્વામી ક તેજસ્વી બાળકનો એક ખાસ ઉચ્ચ જ્ઞાતિનો મિત્ર હતો. શાળામાં લગભગ સાથે જ હોય. એકવાર તેજસ્વી બાળક ઉચ્ચ જ્ઞાતિના મિત્રના ઘરે લગ્ન પ્રસંગે ગયો તો ત્યાં બધાના મોં ચડી ગયા અને તેની હાજરીનો સખત વિરોધ થયો, કેમ કે તે તેજસ્વી બાળક અન્ય જ્ઞાતિનો હતો. કારણ એવું બતાવ્યું કે તેની હાજરીમાં સંસ્કૃતવિધિ થઈ શકે નહીં. ત્યારથી આ બાળકે મક્કમ મનોરથ લીધો કે આ જ્ઞાતિની દીવાલ તો તોડીને જ રહીશ.
આ બાળક એટલે મહાત્મા જયોતિબા ફુલે. ભારતની પ્રથમ કન્યાશાળા શરૂ કરી કન્યાકેળવણીનો પાયો નાખ્યો. ભણવા આવતી કન્યાની એક આંખમાં શિક્ષણનું તેજ છલકાતું હતું તો બીજી આંખમાં જ્યોતિબા માટે આદર ઊભરાતો હતો. એમના વિચારો એટલે પિતૃસત્તાક માનસિકતાવાળા લોકોને લાલચોળ લાફો. નારી માટે સમાન દરજ્જાનો દરવાજો એમણે ખોલ્યો. જ્યોર્જ વોશિંગ્ટન, શિવાજી મહારાજ અને થોમસ પેઈનની અસર એમના જીવન પર બહુ હતી. જ્યાંથી સારું મળ્યું એનો આવકાર એમણે છોછ વગર કર્યો અને એ વ્યક્તિને એની ક્રેડિટ પણ આપી. બાબાસાહેબ આંબેડર એમના નકશે કદમ પર ચાલ્યા, એ સિવાય અનેકની પ્રેરણામૂર્તિ જ્યોતિબા બની રહ્યા.
આજના મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કાટગુનમાં એમનો જન્મ. બસો વર્ષ પહેલાં જે સામાજિક નિષ્ઠા બતાવી એ આગામી બસો વર્ષ સુધી ગાઈએ તો પણ પાર ન આવે એવી છે. ભેદભાવને ભૂંસી શોષણની શરણાઈ બંધ કરવાનો પ્રશસ્ય પ્રયત્ન કર્યો. દરેક જ્ઞાતિ જેમ એમની જ્ઞાતિમાં પણ છોકરીઓને ભણાવવામાં આવતી નહીં. એમની જ્ઞાતિની એક તેજસ્વી છોકરીને ભણવાની બહુ ઈચ્છા હતી પણ પરિવારજનોએ ના કહી. એ છોકરીની વિવશતા એમનાથી સહન ન થઇ પણ ત્યારે એ કશું કરી શકે એમ ન હતા. બસ, ત્યારથી એમણે ગાંઠ વાળી કે ભવિષ્યમાં નારી ઉત્કર્ષ માટે લડાઈ લડીશ. ત્યારે તો છોકરીઓના નવ વર્ષે લગ્ન થઇ જતાં.
તેઓ ક્ષત્રિય માળી ગોવિંદરાવનાં સંતાન તરીકે જન્મ્યા. બગીચાની વચ્ચે ઉછેર થયો હોવાથી પરોપકારના પમરાટનું મૂલ્ય જાણતા હતા. કચડાયેલી અને કરમાયેલી શોષિત જાતિ-જ્ઞાતિને તેમણે દલિત નામ આપ્યું અને એમના વિકાસ માટે વ્યાપક કામ કર્યા. જ્યોતિબાએ પ્રાથમિક શિક્ષણ લીધા બાદ આગળ ભણવાની ઈચ્છા હતી પણ આર્થિક સ્થિતિ આગળ ઝૂકી ગયા અને પરિવારને મદદ મળે એટલ ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું. દુકાનમાં કામ પણ કર્યું હતું. જીવનનિર્વાહ માટે કોઈ પણ કામ નાનું હોતું નથી. કામ પૂરું થાય એટલે જ્યોતિબા પુસ્તક વાંચતા. તેમની જ્ઞાતિના એક ભાઈએ જ્યોતિબાની પ્રકાંડ પ્રતિભાને પારખી અને તેમના પિતાને ફરી સ્કૂલમાં મૂકવા મનાવ્યા અને જ્યોતિબા પુણેની સ્કોટિશ મિશન હાઈસ્કૂલમાં અભ્યાસ શરૂ કરે છે. જીવનનો આ બહુ મહત્ત્વનો વળાંક હતો. દેશ વિદેશના પુસ્તકના અભ્યાસથી એમનો ચૈતસિક વિસ્તાર થયો.
એ જમાનામાં ઉચ્ચ વર્ણના લોકો સામે પડવું એટલે સામા પ્રવાહે તરવું. એમની સામે અનેક આફતો આવી પણ ‘ડગલું માંડ્યું કે ના હટવું’ જેમ સેવાની સફર અવિરત શરૂ રાખી. રગશિયા રિવાજો અને પોલી પરંપરા સામે અવાજ ઊઠાવવાને કારણે તેમને નાતબહાર પણ મૂકવામાં આવ્યા હતા. એ સમયે નાતબહાર મુકાવું બહુ મોટી ઘટના ગણાતી હતી. માત્ર 13 વર્ષે સાવિત્રી સાથે લગ્ન થયાં હતાં. અભણ પત્ની સાવિત્રીને ભણાવીગણાવી અને ભારતની પહેલી શિક્ષિકા બનવાનું સપનું આપ્યું. પત્નીએ પણ જ્યોતિબાનાં પગલે પગલે ચાલી કંધે સે કંધા મિલાયા.
જ્યોતિબાએ પુણેમાં કન્યાશાળા શરૂ કરી. જેમાં ભેદભાવ વગર બધાને પ્રવેશ અપાયો હતો. કન્યાશાળા શરૂ કરી એટલે જ્યોતિબા વિશે વિઘ્નસંતોષીઓએ એલફેલ બોલવાનું શરૂ કર્યું. સાવિત્રીબાઈ શાળામાં જતાં ત્યારે એક વધારાની સાડી સાથે લેતાં જતાં, રસ્તામાં તેના પર લોકો ગંદકી ફેંકતા. જોકે, એ ગંદકી ફેંકનાર લોકોના વિચારોમાં ગંદકી હતી. વિચારોની સાંકડી ગલીની બહાર નીકળી ન શકે તો તમે વૃદ્ધ થઇ ગયા છો. જ્યોતિબાએ બે વર્ગ વચ્ચેની સીમારેખાને ભૂંસવાનું કામ કર્યું.
રૂઢિવાદી કહેતા કે સ્ત્રીઓ ભણીને બગડી જશે. કેટલાક તો કહેતા કે સ્ત્રીને ભણાવે છે તો જ્યોતિબાને પાપ લાગશે અને તે નર્કમાં જશે. એકવાર એ લોકો શાળામાં આવીને છોકરીઓને ભણતા જોઈ હોત તો ખ્યાલ આવત કે ‘ધરતી પર સ્વર્ગ ઊતર્યું છે.’ શાળામાં જઈને સાવિત્રીબાઈ ગંદકીવાળી સાડી કાઢી, વધારાની લાવેલી સાડી પહેરી જાણે કશું ન બન્યું હોય એમ છોકરીઓને ભણાવવાનું શરૂ કરી દેતાં!
શિક્ષણને તેઓ ‘તૃતીય રત્ન’ કહેતા, જેના દ્વારા અજ્ઞાન અને અવિદ્યાને ભેદી શકાય છે. 1848થી 1852ના માત્ર ચાર વર્ષના ગાળામાં ફુલેદંપતીએ પુણે અને તેની આસપાસમાં 18 જેટલી શાળાઓ શરૂ કરી હતી. એ પણ એકલહાથે અને વિરોધના વંટોળ વચ્ચે. શિક્ષણ પરના ચોક્કસ સમુદાયોનો જ એકાધિકાર હતો એને તોડ્યો. આમ કરવાથી એ લોકોનો અહં ઘવાયો અને જ્યોતિબાના રસ્તે અડચણ બની ગયા. જ્યોતિબા પણ ‘ઝૂકેગા નહીં’ની જેમ લાગેલા રહ્યા, ફુલે સમજ કે ફૂલ સમજા ક્યાં, ફાયર (જ્યોતિ) હૂં મેં...

‘મહાત્મા ફુલે’ 1954 માં પ્રહલાદ કેશવ અત્રે દ્વારા દિગ્દર્શિત મરાઠી ફિલ્મ છે. જેને રાષ્ટ્રીય સન્માન પણ મળ્યું. તેમને કોઈ સંતાન નહોતું. તો એક બ્રાહ્મણ વિધવાનું બાળક દત્તક લીધું હતું. બાળવિધવાની દારુણ સ્થિતિ માટે પણ મહત્ત્વનું કામ કર્યું. માત્ર ઠાલી વાત નહીં પણ વ્યવહારમાં મૂકીને એક દાખલો પણ બેસાડ્યો. 1854માં જ્યોતિબાએ ઉચ્ચ જ્ઞાતિની વિધવાઓ માટે મહિલાશ્રમ શરૂ કર્યો અને વિધવાવિવાહની હિમાયત કરી હતી. વિધવાના કેશમુંડનના રિવાજ સામે તેમણે મુંબઈમાં 500 જેટલા વાણંદને એકઠા કરી મુંડન ન કરવા શપથ લેવડાવ્યા હતા. તેમણે બાળહત્યાના દરને ઘટાડવા અનાથાશ્રમની સ્થાપના કરી હતી.
તેઓ પહેલા ભારતીય હતા કે, જેમના કામને અંગ્રેજોએ પ્રશંસા કરી હતી. બાળલગ્નો, ગુલામીપ્રથા, અંધશ્રદ્ધા ઈત્યાદિ વિરુદ્ધમાં અનેક નાટકો તેમજ પુસ્તકો લખ્યાં. આ વંચિતોના વાણોતરે 1873માં પીડિતો માટેની ‘સત્યશોધક સમાજ’ની સ્થાપના કરી. કિસાન અને શ્રમિકોના પ્રશ્નોને રાષ્ટ્રહિત સાથે સંલગ્ન કરી તેમના જીવનમાં પાયાનું પરિવર્તન કર્યું હતું. ફુલેદંપતીના ઉલ્લેખ વિના આધુનિક ભારતનો ઈતિહાસ સ્વાદ વગરનો લાગશે. મધ્યકાળમાં આખાબોલા અખાએ જેવું કામ એમણે કર્યું. સમતામૂલક સમાજની દિશામાં સબળ અને સફળ કામ કર્યું. મૃતમાનવતાને ઝંઝોડી અને જગાડી. 1873માં ‘ગુલામગીરી’ પુસ્તક લખ્યું હતું, તેમાં એમણે ઈતિહાસ તેમ જ ધર્મગ્રંથોનો સઘન અભ્યાસ કરીને શુદ્રો પર લાદવામાં આવેલા પીડાદાયક પ્રતિબંધોનો વિરોધ આલેખ્યો હતો. અનેક ક્રાંતિની મશાલમાં એમના નામે ઝળહળે છે.
એકવાર બે વ્યક્તિઓ જ્યોતિબાને મારવા આવ્યા અને રસ્તામાં જ જ્યોતિબા મળી ગયા ત્યારે એને પૂછ્યું, ‘જ્યોતિબા મારીને તમને શું મળશે?’
વ્યક્તિ : ‘અમને પૈસા મળશે અને અમારો પરિવાર સુખેથી રહી શકશે.’
જ્યોતિબ : ‘મને મારો, હું જ જ્યોતિબા છું. મને મારવાથી તમારો પરિવાર સુખી થતો હોય તો મને પીડા સહન કરવામાં પણ આનંદ આવશે.’
આ સાંભળીને પેલી બંને વ્યક્તિ જ્યોતિબાના પગે પડી ગઇ અને પછી આજીવન તેમના શિષ્ય બની સમાજસેવા કરી. મહાત્મા ગાંધી પહેલાં થયેલા મહાત્મા ફુલેને યાદ કરવા રહ્યા. પેન્ટ અને શર્ટ પહેરેલા આવા અનેક મહાત્માઓ સમાજને સુગંધિત કરી રહ્યા છે. અજ્ઞાનના અંધકાર સામે તેઓ ઝળહળ જ્યોતિ બન્યા...
આવજો...
વિચારશીલ વ્યક્તિઓ માટે સંસાર એક કોમેડી છે અને લાગણીશીલ વ્યક્તિ માટે ટ્રેજેડી છે.
- હોરેસ વાલપોલ }

લક્ષ્યવેધ:તારી હાક સુણી કોઈ ના આવે તો…
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/if-no-one-hears-your-call-and-comes-134780553.html
રું બાળપણ અમદાવાદમાં વીત્યું. મકરબા ગામ. અહીંની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-1થી 4 અભ્યાસ કર્યો. મારા પપ્પા મારા ગામ અને સમાજના સ્નાતકોમાંથી એક હતા.’ કવિતા ચુનારા કૌશિક પોતાના બાળપણના દિવસો યાદ કરી રહ્યાં છે. દેવીપૂજક સમાજમાંથી આવતા કવિતાબહેનની સામાજિક સંવેદના જીવનના અનુભવોમાંથી કેળવાઈ છે. દેવીપૂજક સમાજ 1857ના વિપ્લવ પછી બ્રિટિશરોના વિભાજનકારી કાયદાઓના પરિણામે આજે પણ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.
તેમના પિતા બાળકોના વધુ અભ્યાસ માટે ગામ છોડીને અમદાવાદ શહેરમાં રહેવા આવ્યા. અમદાવાદની અલગ અલગ ખાનગી શાળાઓમાં અભ્યાસ કર્યા બાદ અમદાવાદની પોલિટેક્નિક કોલેજમાંથી કવિતાબહેને ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની, પછી ગુજરાતી વિષય સાથે એક્સટર્નલમાં બેચલર ઑફ આર્ટ્સની ડિગ્રી મેળવી.
સિવિલ સેવા વિશે કોઈ ખાસ ખ્યાલ નહોતો. એક દિવસ ઘરમાં સફાઈ કરતાં કરતાં ‘કારકિર્દી માર્ગદર્શન’નો કોઈ અંક હાથમાં આવી ગયો. એમ જ પાનાં ઉથલાવ્યાં. એક જગ્યાએ યુ. પી. એસ. સી. સિવિલ સર્વિસનો ઉલ્લેખ હતો. આંખ ત્યાં અટકી, મન પરોવાયું, ધીમા પગલે એક મોટું સપનું અંદર ઘૂસી ગયું હતું.
‘ડેસ્ટિની.’ કવિતાબહેન કહે છે, ‘પછી તો તમારું હાર્ડ વર્ક જ હોય.’ શરૂઆત કરી ત્યારે કદાચ યુ. પી. એસ. સી. શું છે તેની જરા પણ માહિતી નહોતી. થોડી વધુ જાણકારી મેળવી. તેઓ ખાનગી કોચિંગ ક્લાસમાં જોડાયાં. થોડા મહિનાઓમાં ‘સ્પીપા’ વિશે જાણકારી મળી. તેની પ્રવેશ-પરીક્ષા આપી અને ‘સ્પીપા’માં પ્રવેશ મળ્યો. ત્યાર પછી કવિતાબહેનની યાત્રા હાઇકુ જેટલી ટૂંકી કે છંદબદ્ધ કાવ્ય જેવી નહીં પણ દીર્ઘ અછાંદસ ખંડ કાવ્ય જેવી રહી. પાંચ વરસ એટલે અડધો દાયકો. જીવનનાં સોનેરી વર્ષોની પાવક જ્વાળા.
પાંચ વર્ષ સુધી ન મળેલી સફળતાના સાંનિધ્યમાં પોતાના સ્વપ્નને તરફડવા ન દીધું. તેઓ રોજ આઠથી નવ કલાક ‘સ્પીપા’ની લાઇબ્રેરીમાં વાંચતાં. સવારના આઠથી રાતના આઠ. પહેલો પ્રયાસ ખાસ તૈયારી વિના આપ્યો, પ્રીલિમિનરીથી આગળ વધી ન શક્યાં. બીજા પ્રયાસમાં તૈયારી વધુ કરી છતાં પણ ફરી પ્રીલિમિનરીમાં જ અટકી પડ્યાં. આત્મમંથનનો સમય હતો. તૈયારીની ઢબ થોડી બદલી, મહેનત પણ બમણી કરી.
તત્કાલીન પરીક્ષા પદ્ધતિ મુજબ બે મુખ્ય વૈકલ્પિક વિષયો પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ગુજરાતી સાહિત્ય પસંદ કર્યા. મુખ્ય વિષયની પસંદગી અગત્યની છે કેમ કે ઉમેદવારના શસ્ત્રાગારમાં મુખ્ય વૈકલ્પિક વિષય જ લાંબા અંતરની મિસાઈલની જેમ આગળ લઈ જવામાં મદદ કરે છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિષયમાં ગુજરાતીમાં ખાસ સંદર્ભ સ્ત્રોત નહોતા, તેમણે અંગ્રેજી સંદર્ભ વાંચીને-સમજીને ગુજરાતી ભાષામાં જ પરીક્ષા આપી. ભાષા અવરોધ નથી, સહાયક છે.
સિવિલ સેવા પરીક્ષામાં ઘણા વિષયો આવરી લેવાયા છે. બધા જ આપણા ગમતા કે આવડે તેવા ન હોય. અણગમતા વિષયો સાથે પણ કામ લેવું પડે. કવિતાબહેન કહે છે, ‘આવડતા વિષયોમાં પાયો વધુ ઊંડો કરવો અને અઘરા કે રસપ્રદ ન લાગતા વિષયોમાં પાયરૂપ બાબતો જાણી લેવી.’
સફળતા મળી નહોતી રહી. તેઓ કહે છે, ‘દરેક નિષ્ફળતા મારો જોશ બમણો કરી દેતી. દુનિયામાં બધું જ શક્ય હોય તો આ કેમ નહીં?’ એક જીદ હતી પરિસ્થિતિ સામે લડી નાખવાની, હાર નહીં માની લેવાની.
ગુજરાતી સાહિત્યમાં ઓછા માર્ક્સ આવ્યા હતા. મિત્રોની સલાહ લઈને લખવાની શૈલી બદલી. સીધા જવાબના બદલે અવતરણો અને કાવ્ય પંક્તિઓ સંદર્ભ તરીકે ટાંક્યાં. પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેવા વિષયમાં વર્તમાન ઘટનાઓ સાંકળી. લેખનના આયામ વ્યાપક અને વૈવિધ્યપૂર્ણ બનાવ્યા. મહેનતનું પરિણામ એ કે ગુજરાતી સાહિત્યમાં સર્વોચ્ચ ગુણ પ્રાપ્ત થયા.
બે પ્રીલિમિનરી, એક મેન્સની નિષ્ફળતા બાદ બે વાર પર્સનાલિટી ટેસ્ટ સુધી પહોંચ્યાં. તેમને ડાયરી લખવાની ટેવ. ભાષા કૌશલ્ય પણ કદાચ ત્યાં જ વિકસ્યું હોય. પર્સનાલિટી ટેસ્ટમાં ડાયરી રાઇટિંગ પર સવાલ પુછાયા. નકસલવાદ પર પ્રશ્નો પૂછવામાં આવ્યા.
પાંચ વર્ષની આકરી તપસ્યાનું ફળ મળ્યું 2009માં. એક મિત્રનો ફોન આવ્યો, ‘કવિતા રિઝલ્ટ આવી ગયું છે.’ આગળનો આખો મહિનો પરિણામની રાહ જોવામાં વિતાવ્યો હતો. રિઝલ્ટમાં નામ જોયું કવિતા ચુનારા રેન્ક 269. અડધા દાયકાની યાત્રાનો આનંદ એ ક્ષણમાં અનુભવાયો. આટલાં વર્ષો પસાર થઈ ગયાં!
બસ પછી આનંદ જ હતો. એ વર્ષોમાં વધારે ઉમેદવારો ઉત્તીર્ણ નહોતા થતા. પત્રકારોના ફોન આવી રહ્યા હતા. બીજા દિવસે પહેલા પાને ફોટો હતો. જિંદગી બદલાઈ ગઈ. લક્ષ્યવેધ પરિતોષ પામી ગયો. દેવીપૂજક સમાજની દીકરી દૈવી પ્રેરણાની જેમ દેશની દીકરીઓ માટે દૃષ્ટાંત બની ગઈ. ‘સતત ચાલતા રહેવું. આપણું કામ છે ચાલવું.’ કવિતાબહેન કહે છે.

કવિતા ચુનારા કૌશિક ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ ઇન્કમ ટેક્સમાં પસંદગી પામ્યાં. તેઓ મુંબઈ ખાતે એડિશનલ કમિશનર ઇન્કમ ટેક્સ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. નિષ્ફળતાથી નાસીપાસ થયા વિના પોતાની પરિસ્થિતિઓની તમામ મર્યાદાઓ ઓળંગીને આગળ વધવાની પ્રેરણા આપે છે કવિતા ચુનારા કૌશિકનો લક્ષ્યવેધ. }
શબ્દ સકળ પૃથ્વીના:અમૃતલાલ વેગડની આંગળી પકડી ‘પરિક્રમા નર્મદા મૈયાની’
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/holding-amritlal-vegads-finger-parikrama-narmada-maiyani-134776906.html
અજયસિંહ ચૌહાણ ર્મદા સંસારની એકમાત્ર નદી છે; જેની સદીઓથી પરિક્રમા કરવામાં આવે છે. મોટે-ભાગે એ પરિક્રમા નિયમાનુસાર હોય છે. જેમ કે પરિક્રમા દરમિયાન નદી ઓળંગવી નહીં, નિત્ય નર્મદા સ્નાન-પૂજન કરવું, ચતુર્માસ એક જ જગ્યા એ કરવો, જોડે રૂપિયા ન રાખવા, પરિક્રમા ત્રણ વર્ષ, ત્રણ મહિના અને તેર દિવસમાં પૂરી કરવી. આવા નિયમો ઘણે અંશે સાધુ-સંતો દ્વારા પાળવામાં આવતા હોય છે.
સંસારી વ્યક્તિઓ પરિક્રમા કરે છે પણ એમણે આ બધા જ નિયમ પાળવા જરૂરી નથી. સંસારી મનુષ્ય પુણ્ય મેળવવાને આશયે યાત્રા કરે અને એમ અનુભવનું ભાથું મેળવે; એની અધ્યાત્મિક ઉન્નતિ થાય એ આવી યાત્રા પાછળના હેતુ હોય છે.
જે લોકોને ત્રણ હજાર કિલોમીટરની સળંગ પરિક્રમા ન કરવી હોય એમના માટે પંચકોસી પરિક્રમાનો નિર્દેશ છે. આ પરિક્રમામાં ઉતરવાહિની નર્મદાના તટે ચાલવાનું હોય છે. આ પરિક્રમા તિલકવાડાના મણિનાગેશ્વર મહાદેવથી શરૂ કરી શકાય અથવા દક્ષિણતટના રામપુરા ગામના રામજી મંદિરથી પણ શરૂ કરી શકાય. આ પરિક્રમામાં પાંચકોસ એટલે કે બાર કિલોમીટર ચાલવાનું હોય છે.
નર્મદા પરિક્રમાની વાત કરીએ ત્યારે તરત યાદ આવે અમૃતલાલ વેગડ (1928-2018). ભલે ટુકડે ટુકડે; પણ નર્મદાની પૂરી પરિક્રમા કરીને એમણે હિંદી તેમજ ગુજરાતી બંને ભાષામાં ‘પરિક્રમા નર્મદા મૈયાની’ અને ‘સૌંદર્યની નદી નર્મદા’ એમ બે પુસ્તકો લખ્યાં.
અમૃતલાલ વેગડ પહેલાં અનેક સાધુ-સંન્યાસી-ગૃહસ્થો એ નર્મદા પરિક્રમાના અનુભવ લખ્યા છે, પણ, અમૃતલાલના નર્મદા વિષયક પુસ્તકો ગુજરાતી જ નહીં ભારતીય સાહિત્યમાં અનન્ય છે. એમણે વર્ષો પહેલાં દિવ્ય ભાસ્કરની પૂર્તિમાં ‘નદીયાં ગહરી નાવ પુરાની’ નામે કૉલમ પણ લખી.
અમૃતલાલ વેગડ, રવીન્દ્રનાથ ઠાકુરના શાંતિનિકેતનમાં ચિત્રકળાનો અભ્યાસ કરી; જબલપુરની ફાઇન આર્ટ્સ કોલેજમાં ચિત્રકળાના અધ્યાપક તરીકે જોડાયા. ચિત્રોના વિષયોની શોધમાં એ અનેકવાર નર્મદા કિનારે વિહાર કરતા. આ શોધમાંથી અને ભીતરમાં સંગ્રહાયેલ પ્રકૃતિરાગમાંથી પચાસની ઉંમરે પરિક્રમાનો વિચાર આવ્યો. તેમણે ઈ. સ. 1977થી ઈ. સ. 1987 દરમિયાન નર્મદાકાંઠાની પદયાત્રાઓ કરી; એ 1800 કિ.મી. લાંબી યાત્રાનું વર્ણન ‘પરિક્રમા નર્મદા મૈયાની’ પુસ્તકમાં છે. ત્યારબાદ બાકી રહેલી 800 કિ. મી.ની પદયાત્રા ઈ. સ. 1996થી 1999 દરમિયાન કરી; એનું વર્ણન ‘સૌંદર્યની નદી નર્મદા’ પુસ્તકમાં છે.
‘પરિક્રમા નર્મદા મૈયાની’ની શરૂઆતમાં જ નર્મદાનું રૂપ આ રીતે આલેખે છે: ‘નર્મદા સૌંદર્યની નદી છે. એ વનો, પહાડો અને ખીણોમાં થઈને વહે છે. એ ચાલે છે રસળતી, રખડતી, હસતી, રમતી, વનોમાં લપાતી, પત્થરોને કંડારતી, પગલે-પગલે સૌંદર્યની સૃષ્ટિ કરતી. ડગલે-ડગલે શોભાવી હતી.’
અમૃતલાલ વેગડ માત્ર નર્મદાનું સૌંદર્ય જ નથી આલેખતા એ જીવનચિંતનને પણ વણે છે. કબીરવડથી વિમલેશ્વર જતાં નર્મદાના બદલાયેલા રૂપને જોઈને લખે છે: ‘નર્મદા હવે બોલે ઓછું ને સાંભળે વધુ છે. હવે વન વિહાર ન રહ્યો, પહાડોથી સંતાકૂકડીની રમત ન રહી. એટલે સુધી કે જે પંચતત્ત્વોથી નર્મદાના દેહનું નિર્માણ થયું છે. પાણી, ચટ્ટાન, પ્રપાત, શોર અને વળાંક એમાંથી એક-એક કરીને ઘણાંખરાં વિદાય લઈ ગયાં છે. સૌથી પહેલાં ગયો ધોધ, એ પછી ચટ્ટાનની સાથે જ શોર પણ ચાલ્યો ગયો. વળાંક પણ હવે પહેલાં જેવાં ન રહ્યાં. આ છે જીવન. જેમ-જેમ જીવનનો સૂર્યાસ્ત નજીક આવતો જાય તેમ-તેમ ઘણી ખરી ચીજો છૂટતી જાય ને, અંતિમ યાત્રા માટે યાત્રી હળવો થતો જાય.’
અમૃતલાલ વેગડનું સમગ્ર જીવન જબલપુરમાં પસાર થયું. હિંદી ભાષા એમને માટે ગુજરાતી કરતાં પણ વધુ સહજ છે અને એટલે જ એ ગુજરાતીમાં લખે ત્યારે; એમની ગુજરાતીમાં હિંદીનો સ્વાદ હોય છે.
જીવનદર્શનને પણ એ વર્ણન સાથે એટલી સહજતાથી વણી લે છે કે વાચકને એનો ભાર નથી લાગતો. એ સમુદ્ર પાર કરી ઉત્તર-તટની યાત્રા શરૂ કરે છે. એક ગામમાં રાત રોકાય છે. ત્યાં ગવાતાં ગીતો અને રાસ મન ભરીને માણે છે. તેમને ગરબે રમતી સ્ત્રીઓમાં ખમીર દેખાય છે. એ લખે છે: ‘ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો છે. આ ગામના કૂવા સુકાઈ ગયા છે. આ જ સ્ત્રીઓ આખો દિવસ મીઠીતલાઈને કૂવે બેડાં સીંચતી રહેતી, પણ અત્યારે એ બધું ભૂલીને આનંદ અને ઉલ્લાસની રમણે ચડી છે! મન મૂકીને ગાઈ રહી છે. આખું ગામ ઉત્સવઘેલું થયું છે. આ માનવીની અસિમ આસ્થા અને અતૂટ આત્મવિશ્વાસનું પરિચાયક છે.’
અમૃતલાલ વેગડે નર્મદા પરિક્રમા કરી ત્યારે હજુ સરદાર સરોવર ડેમ બંધાઈ રહ્યો હતો. એ ડેમ બંધાયો એની સાથે મધ્ય પ્રદેશમાં નર્મદા પર બીજા ત્રણ ડેમ બંધાયા. આ બધા ડેમના નિર્માણ પછી નર્મદાનું સ્વરૂપ બદલાઈ ગયું. અમૃતલાલે નર્મદા કરોડો વર્ષોથી જે હતી; એ અસલ રૂપને આલેખ્યું છે. માટે પણ આ પુસ્તકો મહત્ત્વનાં છે.

ઉત્તમ પ્રવાસકથામાં ભાવક સર્જકની આંગળી પકડીને નીકળી પડે છે; દૂર-સુદૂરના મલકમાં. આપણે પણ અમૃતલાલ વેગડની આંગળી પકડીને નર્મદા પરિક્રમાનો આનંદ લઈ શકીએ. }
લઘુકથા:પાનખર
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/autumn-134776909.html
મનુભાઈ પટેલ વજીકાકાએ એ વરસે સિત્તેરમું પૂરું કર્યું. એ પૌત્ર નિકુલને કહેતા હતા, ‘આજ સુધીમાં મેં સિત્તેર દિવાળી જોઈ. તારી દાદીએ બાસઠ જોઈ.’ આ વાતો ચાલતી હતી એવામાં લવજીકાકાને ઉધરસ ઊપડી. નિકુલ દોડતો પાણીનો ગ્લાસ ભરી લાવ્યો અને દાદાને આપ્યો. લવજીકાકાએ પાણી પીધું પછી ઉધરસ હેઠી બેઠી.
‘દાદા, તમને વારે ઘડીએ ઉધરસ આવે છે તો ડોક્ટર પાસે કેમ નથી જતા?’
‘દીકરા, ઇ ડોક્ટર મનમાં ખોટા વહેમ ઘાલે ઇના કરતાં ઘેર દેશી દવા કરી દઉં એટલે મટી જાય. તારી દાદી મને રોજ રાતે ઊંઘતાં પહેલાં હળદરવાળું દૂધ પીવા આપે છે. હવે હું તો ખર્યું પાન કહેવાઊં. આ તો જિંદગીની ‘પાનખર’ કહેવાય હવે. ક્યારે ઉપરવાળાની ચિઠ્ઠી ફાટે ઈ કંઈ કે’વાય નઈ. જા દીકરા, હવે તારું લેસન કર.’
‘આ ડોહા ને ચેટલી વાર કીધું કે આ લેમડો કપાવી દ્યો. આ રોજરોજ ચેટલું વાર વાર કરવાનું આખો દા’ડો.’ કમળાબાએ ઘરમાંથી બહાર આવતાં ફરિયાદ કરી. ‘ઇ પાંદડાં તો પડે. ‘પાનખર’ સે એટલે. તે વહુ વારી દે સે. તને સુ વાંધો સે? જો, આ તું પણ હવે ચેવી થઈ જઈ સે? ‘પાનખર’નાં પાંદડાં જેવી અને હું પણ. તારી જવાનીમાં તું ચેવી વસંત જેવી ખીલતી ’તી?’
‘આમને તો બોલવામાં નઈ પોચાય.’ એટલું કહી કમળાબા ઘરમાં જતાં રહ્યાં. લવજીકાકા એમને જતા જોઈ રહ્યાં, ‘મારું ‘પાનખર’નું પાન.’ મનમાં મલકાતા એ આંખો બંધ કરી કંઈક બબડી રહ્યા હતા. }

HTML Embed Code: