TG Telegram Group & Channel
Divya Bhaskar | United States America (US)
Create: Update:

https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-soul-gazed-at-me-through-the-cracks-of-my-body-my-love-for-you-broke-through-deep-within-me-134780542.html

ત વર્ષની આશ્લેષાએ એક દિવસ સાંજના સમયે સ્કૂલમાંથી છૂટીને ઘરે આવીને એના પપ્પાને પૂછ્યું, ‘પપ્પા, મારી ટીચરે આજે મને કહ્યું કે હું આખી સ્કૂલમાં સૌથી વધુ બ્યૂટીફુલ છું.’
પપ્પાએ હસીને જવાબ આપ્યો, ‘દીકરી, આ જગતમાં એક નિયમ છે, એને કાર્ય-કારણનો નિયમ કહે છે. દરેક કાર્ય અથવા બાબતના મૂળમાં એક કારણ રહેલું હોય છે.’
આશ્લેષાએ એની નિર્દોષ આંખો પહોળી કરીને પૂછ્યું, ‘તો મને એ જણાવો કે હું બ્યૂટીફુલ છું એની પાછળ કયું કારણ રહેલું છે?’
‘તારી મમ્મી.’ પપ્પાએ તિરછી નજર કિચનમાં કામ કરી રહેલી પત્નીની દિશામાં ફેંકીને કારણ જણાવ્યું, ‘તારી મમ્મી આપણા આખા શહેરની સૌથી વધુ સુંદર સ્ત્રી છે; એની દીકરી આખી સ્કૂલમાં સૌથી સુંદર હોય જને!’
પિતાનો જવાબ સાંભળીને આશ્લેષા સંતોષાઇ ગઇ અને એની મમ્મી શરમાઇ ગઇ. આશ્લેષા એના પપ્પા મનીષભાઇ અને મમ્મી અંજલિબહેનની એકની એક દીકરી હતી. એ સુંદર હતી, ચબરાક હતી, ભણવામાં હોશિયાર હતી; એને પ્રશ્નો પૂછવાની આદત હતી.
બોર્ડની પરીક્ષામાં આશ્લેષા સ્કૂલમાં પ્રથમ નંબર લઇ આવી. સાંજે ઘરે આવીને એણે મમ્મીને પૂછ્યું, ‘મમ્મી, મને એક સવાલનો જવાબ આપ. હું આટલી હોશિયાર કેમ છું? મારા ‘સર’ મને કહેતા હતા કે યૂ આર બ્રિલિયન્ટ!’
અંજલિએ હસીને આશ્લેષાના ભાલ પર ચૂમી કરી લીધી, ‘દીકરી, તારી બ્રિલિયન્સ પાછળ એક કારણ રહેલું છે; તારા પપ્પા ખરેખર અત્યંત બુદ્ધિશા‌ળી અને તેજસ્વી પુરુષ છે. કૂવામાં જે હોય તે હવાડામાં આવે જને!’
મનીષભાઇ આ સાંભળતા હતા. મમ્મીએ આપેલા જવાબથી આશ્લેષા ખુશ થઇ અને મનીષભાઇ ફુલાઇ ઊઠ્યા.
એ પછી સમય આવ્યો ભવિષ્યમાં વધુ અભ્યાસ માટે કઇ વિદ્યાશાખામાં એડમિશન લેવું તે નક્કી કરવાનો. મમ્મીની ઇચ્છા હતી કે દીકરી કોમર્સ લાઇનમાં જઇને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને, પપ્પા ઇચ્છતા હતા કે દીકરી ડોક્ટર બને. આશ્લેષાએ જાહેર કર્યું, ‘મારે કેમિસ્ટ્રી વિષયમાં ડોક્ટરેટ કરવું છે.’
મમ્મી-પપ્પાએ કારણ પૂછ્યું. આશ્લેષાએ જવાબ આપ્યો, ‘દરેક કાર્યની પાછળ એક કારણ હોય જ છે. મને બે પદાર્થો, બે તત્ત્વો કે બે વ્યક્તિઓની ભિન્ન કેમિસ્ટ્રી જાણવામાં અને એ બંનેની વચ્ચે થતી રાસાયણિક ક્રિયા સમજવામાં ઊંડો રસ પડે છે. મેં આટલાં વર્ષો સુધી તમારી બંનેની વચ્ચે ચાલતા કેમિકલ, ફિઝિકલ અને વૈચારિક રિએક્શન ખૂબ નજીકથી જોયાં છે.’
આશ્લેષા બાવીસ વર્ષની થઇ ત્યારે એમ. એસસી. કેમિસ્ટ્રી વિથ ગોલ્ડ મેડલ થઇ ચૂકી હતી. ભણવાનાં વર્ષોને ક્યાં કોઇ મર્યાદા હોય છે! પણ લગ્નની યોગ્ય વયને અવશ્ય એક સમય મર્યાદા હોય છે.
મનીષભાઇએ દીકરીને છોકરાઓ બતાવવાનું શરૂ કર્યું. વકીલ, ડોક્ટર, એન્જિનિયર, બિલ્ડર, બિઝનેસમેન. દરેક મુરતિયા તરફથી ‘હા’ આવી, કારણ કે બાવીસ વર્ષની આશ્લેષાનાં અંગોએ વળાંકભર્યા આકારો ધારણ કરી લીધા હતા; દરેક મુરતિયા માટે આશ્લેષા તરફથી ‘ના’ આવી કારણ કે બાવીસ વર્ષની આશ્લેષાના દિમાગમાં વિચારો પણ ચોક્કસ આકાર લઇ ચૂક્યા હતા.
મનીષભાઇ પિતાની મર્યાદા જાળવીને દીકરીને કંઇ પૂછી ન શક્યા એટલે એ કામ એમણે આશ્લેષાની ‘બેસ્ટ ફ્રેન્ડ’ સ્નિગ્ધાને સોંપ્યું. સ્નિગ્ધાએ પૂછ્યું, ‘આશુ, તું દરેક મુરતિયાને રિજેક્ટ શા માટે કરે છે?’
‘દરેક કાર્યની પાછળ એક કારણ રહેલું હોય છે. મેં જોયેલા બધા મુરતિયાઓ પ્રોફેશનલ્સ છે. વકીલ એનો આખો દિવસ કોર્ટમાં અને ઓફિસમાં વિતાવશે, ડોક્ટરનો દિવસ એના ક્લિનિકમાં પૂરો થઇ જશે, બિઝનેસમેન તો અઠવાડિયામાં એકવાર ઘરે આવશે. આવું જ બીજા બધાનું છે. સ્નિગ્ધા, લગ્ન પછી પુરુષોના દિવસો એમના ધંધા-નોકરી-વ્યવસાયમાં જ ખતમ થાય છે, પત્ની પાસે તો એ લોકો ફક્ત રાતે સૂવા માટે જ આવેછે. મારે તો મારા જીવનસાથીના જીવનમાં દિન-રાત મહેકતો મોગરો બનવું છે.’ આશ્લેષાએ જવાબ આપ્યો.
મમ્મી-પપ્પાને આ જવાબ જાણીને દુ:ખ તો થયું પણ એક વાતનો આનંદ પણ થયો: ‘દીકરી કાર્ય-કારણનો નિયમ બરાબર સમજે છે; જ્યારે પરણવા માટેનું કોઇ યોગ્ય કારણ ઊભું થશે ત્યારે દીકરી એ શુભ કાર્ય પણ કરશે.’
આશ્લેષા હવે ડોક્ટરેટની તૈયારીમાં લાગી ગઇ. એક દિવસ એના ગાઇડ પ્રો. બક્ષીએ એને ફોન કર્યો, ‘આશુ, આજે બપોરે તું ડિપાર્ટમેન્ટમાં આવી શકીશ? આપણા શહેરના જાણીતા બિઝનેસમેન જયમનભાઇ તને મળવા માગે છે.’
આશ્લેષા આ નામ પહેલીવાર સાંભ‌ળતી હતી પણ પ્રો. બક્ષીસાહેબનું માન જાળવવા માટે એ કેમિસ્ટ્રી વિભાગમાં પહોંચી ગઇ. પ્રો. બક્ષીની ચેમ્બરમાં પંચાવન. વર્ષના દેખાતા એક પ્રભાવશાળી સજ્જન બેઠા હતા અને બક્ષીસાહેબની સાથે મોટેથી હસીને વાતો કરી રહ્યા હતા. પ્રો. બક્ષીએ ઓળખાણ કરાવી, ‘આ છે મિ. જયમનભાઇ રંગવાલા. એમની મોટી કેમિકલ ફેક્ટરી છે. તારું એમ. એસસી.નું રિઝલ્ટ જાણીને એ તને મળવા માટે આવ્યા છે. હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ટુ એમ્પ્લોય યૂ એઝ એ…’

>>Click here to continue<<

Divya Bhaskar

Share with your best friend
VIEW MORE

United States America Popular Telegram Group (US)