TG Telegram Group & Channel
Fast News By Rikesh | United States America (US)
Create: Update:

Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણીની શરૂઆતથી જ ભાજપના કદાવર નેતા અને કેન્દ્રીય મંત્રી તથા રાજકોટથી ઉમેદવાર રૂપાલાએ જ્યારથી ક્ષત્રિયો અંગે ટિપ્પણી કરી છે ત્યારથી તેઓ ભાજપ માટે મુશ્કેલી બની ગયા છે. જોકે તેમ છતાં ભાજપ તેમના મુદ્દે પીછેહઠ કરવા તૈયાર નથી અને તે આંદોલનકારી ક્ષત્રિયોને મનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યો છે. આ વચ્ચે ચાલો જાણીએ કે અત્યાર સુધી ભાજપે ક્ષત્રિયોના આંદોલનને ડામવા કેવા કેવા પ્રયાસો કર્યા... 1. રૂપાલાના અયોગ્ય નિવેદન સામે ભાજપના નેતાઓએ નારાગી વ્યક્ત કરતાં રૂપાલાએ પોતાનો વીડિયો ઉતારીને માફી માગી. 2. ગોંડલ પાસે જયરાજસિંહના ફાર્મહાઉસમાં ભાજપનું ક્ષત્રિય સંમેલન યોજીને જાહેર માફી મંગાઈ અને ક્ષત્રિયોએ માફ કરી દીધાનો દેખાવ કરાયો. 3.પરંતુ તેમાં જેણે વાંધો હોય તે સામે આવી તેવા પડકારો થતા આંદોલન ઉલ્ટુ વધુ ઉગ્ર બન્યું અને રૂપાલાની ટિકિટ કાપો તેવી માંગ વધુ દ્રઢ બની. 4. ભાજપના ક્ષત્રિય પૂર્વ મંત્રીઓ દ્વારા અને બાદમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને મોડી રાત્રે બેઠક થઈ પણ ભાજપે રૂપાલાને ઉમેદવાર તરીકે યથાવત્ રાખ્યા. જ્યારે ક્ષત્રિયો તેની ટિકીટ કાપવા મક્કમ રહેતા સમાધાન ન થયું.5. રાજકોટમાં ક્ષત્રિય સંમેલનમાં ઐતીહાસિક હાજરીથી આંદોલન વેગવંતુ બન્યું. 6. ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભાજપના મહામંત્રી રત્નાકરજીએ ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠકો કરી. 7. ક્ષત્રિય નેતાઓ ક્ષત્રિયોને સમજાવવામાં નિષ્ફળ રહ્યા. 8. રૂપાલાએ ફોર્મ ભરીને પરત નહીં ખેંચતા આંદોલન ઉગ્ર બન્યું. પ્રદેશ ભાજપ પ્રમુખ પાટિલના છેલ્લા પ્રયાસો નિષ્ફળ. 9. માત્ર ભાજપ નહીં, અન્ય પક્ષના નેતાઓ પણ રાજા-મહારાજા વિરુદ્ધ બોલ્યાના વિડીયો વાયરલ થયા પણ તેનાથી રૂપાલા સામે ક્ષત્રિયોના ગુસ્સામાં કોઈ ફેર પડ્યો નથી. 

>>Click here to continue<<

Fast News By Rikesh

Share with your best friend
VIEW MORE

United States America Popular Telegram Group (US)