આજ નું કરન્ટ અફેસૅ
1. કેન્દ્ર સરકારે કચ્છ જિલ્લામાં જોવા મળતા હેણોતરાને લુપ્તપ્રાય પ્રાણી તરીકે જાહેર કર્યું. દેશમાં લુપ્તપ્રાય પ્રજાતિઓ માટેના રિકવરી કાર્યક્રમ હેઠળ 22 વન્યજીવ પ્રજાતિઓનો સમાવેશ થાય છે.
2. સોમાલિયામાં ભારતના આગામી રાજદૂત તરીકે વીરેન્દ્રકુમાર પૉલની નિમણૂક. વીરેન્દ્રકુમાર પૉલ હાલ કેન્યામાં ભારતના ઉચ્ચાયુક્ત છે.
3. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને એટર્ની જનરલ તરીકે મેરિક ગારલેન્ડની અને એસોસિએટ એટર્ની જનરલ તરીકે ભારતીય મૂળના અમેરિકી મહિલા વનિતા ગુપ્તાની નિમણૂક કરી.
4. ઑલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રથમ ઉપમહાસચિવ તરીકે અભિષેક યાદવની નિમણૂક
5. રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલયે નાણાકીય વર્ષ - 2020-21 નો ભારતનો GDP દર 7.7% ઘટવાનું અનુમાન લગાવ્યું.
6. RBI એ વિનિયમિત સંસ્થાઓ પર સુપરવિઝનને બળવત્તર બનાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પૂર્વ ડેપ્યુટી ગવર્નર એન.એસ. વિશ્વનાથનની અધ્યક્ષતામાં 5 સદસ્યોના ' કોલેજ ઓફ સુપરવાઈઝર્સ ' નું ગઠન કર્યું.
7. ફેશન ડિઝાઈનર સત્ય પૉલનું 79 વર્ષે અવસાન
8. ઓસ્ટ્રેલિયાની ક્લેયર પોલોસ્ક ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ચોથા ઍમ્પાયરની ભૂમિકા ભજવનારી પ્રથમ મહિલા અધિકારી બની
9. સંઘપ્રદેશ લદાખના ચિકટનમાં ખેલો ઈન્ડિયા આઈસ હોકી ટૂર્નામેન્ટનો પ્રારંભ ટૂર્નામેન્ટમાં 11 પુરુષ અને 2 મહિલા ટીમોનો સમાવેશ.
10. કેન્દ્ર સરકારે સંઘપ્રદેશ લદાખમાં સિંધુ નદી પર 144 મેગાવોટની 8 જલવિદ્યુત પરિયોજનાઓને મંજૂરી આપી
@shikshapublicatiom
>>Click here to continue<<