TG Telegram Group & Channel
GPSC MAINS Q&A | United States America (US)
Create: Update:

#Question41

🔴 સવાલ - 💂🏻‍♂ પ્લાસીના યુધ્ધથી વિભાજન સુધી ભારત પ્રત્યે અંગ્રેજોના કાર્યક્રમો, નીતિઓ અને વલણ ફક્ત ઘરેલું પરિબળો દ્વારા જ નહીં પણ આંતરરાષ્ટ્રીય રાજકારણના પરિમાણો દ્વારા પણ નક્કી કરવામાં આવ્યાં હતાં. ટિપ્પણી કરો.

#Gs1 #Itihas
__________________________
🟡 માળખું

• 1757 માં પ્લાસીનું યુદ્ધ થયું હતું, તે પછીના સમયની આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સંક્ષેપમાં લખી ભારતીય સામાજિક, બંધારણીય સુધારા સાથે જોડો.
• કેટલાક મોટા ભારતીય આંદોલનનો પણ ઉલ્લેખ કરો.
• વિશ્વ યુદ્ધ પ્રથમ, બીજા, 1917 ની રશિયન ક્રાંતિ, 1905 માં જાપાનનો વિજય, વગેરે ભારતીય બંધારણીય સુધારાઓ સાથે જોડો.
• નિષ્કર્ષ લખો.
__________________________
🟢 જવાબ -

1757 માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. આ પછી બ્રિટિશરોએ ભારતમાં તેમની પકડ મજબૂત બનાવવાની શરૂઆત કરી. અમેરિકન ક્રાંતિનો બ્રિટીશ નીતિઓ પર સ્પષ્ટ પ્રભાવ દેખાય છે. લોર્ડ કોર્નવોલિસને અમેરિકામાં શરણાગતિ પછી ભારતના ગવર્નર જનરલ તરીકે ભારત મોકલવામાં આવ્યા હતા. અમેરિકા જેવી ક્રાંતિ ભારતમાં ન થાય તે માટે કોર્નવોલિસે કડક નિયમો અને કાયદા બનાવ્યા. 1813 ના ચાર્ટરથી બ્રિટીશ નાગરિકોને ભારતમાં વેપાર કરવાની મંજૂરી મળી. તેના મૂળમાં તે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો પણ જવાબદાર હતા, જેણે બ્રિટીશ નાગરિકો માટે વ્યાપારની તકો મર્યાદિત કરી હતી.

🛡 ભારતમાં સમાજ સુધારણા ચળવળના પરિણામે બ્રિટીશરોએ ઘણા નિયમો બનાવવા અથવા બદલવા પડ્યા. 19 મી સદીના અંત સુધીમાં એક મધ્યમ વર્ગ પશ્ચિમી ચિંતકો દ્વારા પ્રભાવિત હતો. આવી સ્થિતિમાં અંગ્રેજોએ આ સુધારા આંદોલનની માંગ પ્રમાણે વિચારવા પડ્યા. 20 મી સદીમાં લગભગ તમામ મોટા ભારતીય નેતાઓ વિદેશથી અભ્યાસ પૂર્ણ કરી આવ્યા હતા તેથી બ્રિટિશરો તેમની બંધારણીય માંગને નકારી શકતા નહોતા.

🙅🏻‍♂ ફ્રેન્ચ ક્રાંતિના પરિણામે વિશ્વભરમાં નવા વિચારો ફેલાયા. તેમનો પ્રભાવ બ્રિટીશ નીતિઓ પર પડવો સ્વભાવિક હતો. 1840 ના દાયકામાં જ્યારે બ્રિટીશ સેનાએ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું ત્યારે તેને ત્યાં હારનો સામનો કરવો પડ્યો. આગામી કેટલાક વર્ષો સુધી બ્રિટિશરો એટલા માટે મૌન હતા કે ક્યાક સોવિયત સંઘ ખુલ્લેઆમ અફઘાનિસ્તાનનું સમર્થન ન કરી લે. 1905 માં જ્યારે જાપાને રશિયાને પરાજિત કર્યું હતું ત્યારે ભારતીયોની એ માન્યતા ને બળ મળ્યું કે યુરોપિયનો અપરાજીત નથી. બંધારણીય સુધારાના કિસ્સામાં 1909 નો મોર્લે-મિન્ટો સુધારણા આનું જ એક પરીણામ હતું.

💁🏻‍♂ ભારતીય સૈન્ય પ્રથમ વિશ્વ યુદ્ધમાં બ્રિટીશ સૈન્ય વતી લડ્યું, જેનું પરિણામ 1919 માં મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિફોર્મના સ્વરૂપે મળ્યું. ભારતમાં રોલેટ એક્ટ લાદવાનું એકમાત્ર કારણ બ્રિટીશરોનો એ ડર હતો કે સોવિયત સંઘની જેમ ભારતમાં પણ સશસ્ત્ર ક્રાંતિ થશે. ભારતમાં માર્ક્સવાદીઓના મૂળિયાં ઉતરે તે અટકાવવા બ્રિટીશરોએ દરેક ઘટનાને નિર્દયતાથી દબાવી. જેમ કે કાનપુર કાવતરાં કેસ, મેરઠ કાવતરાં કેસ વગેરે.

⚪️ નિષ્કર્ષ - બીજા વિશ્વયુદ્ધના પરિણામ સ્વરૂપ આંતરરાષ્ટ્રીય સંજોગોએ બ્રિટીશરોને ભારત છોડવાની ફરજ પાડી. તે સ્પષ્ટ છે કે બ્રિટિશરોની નીતિઓ, કાર્યક્રમો અને વૈચારિક આધાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓના સંશ્લેષિત સ્વરૂપનું પરીણામ હતું.

⚫️Source - Drishtiias
⚫️આવા જ સવાલ જવાબો ગુજરાતી માં મેળવવા આજે જ જોડાવ.
GPSC અને UPSC માળખાના સવાલ જવાબ આપતી એકમાત્ર ગુજરાતી ચેનલ
⚫️ કોઈ પણ ચેનલ અથવા એકેડમી આ માહિતી શેર કરી શકે છે પણ માહિતી માં કોઈ ફેરફાર કરવા નહીં.
⚫️ Join - @Gpscmainspractice

✍🏻 @KuldipAhir

>>Click here to continue<<

GPSC MAINS Q&A

Share with your best friend
VIEW MORE

United States America Popular Telegram Group (US)