ધોરણ 3 માં અભ્યાસ કરતો કિશન... જેના અભ્યાસની શરૂઆત જ અહીં સાતોદડ તાલુકા શાળામાં ધોરણ 3માં એડમીશનથી થયેલી. જે બાળક બાલવાટિકા, પહેલું-બીજું ભણેલ નથી, કદી એકડો સિખ્ખે ઘૂંટેલ નથી અને સીધો જ ધોરણ 3માં પ્રવેશે છે, એવા બાળક માટે કેળવણીના લક્ષ્યાંકો સિદ્ધ કરવા વધું કઠીન બની રહે છે. આમ છતાં કિશને ફક્ત દોઢ મહિના જેટલાં ટૂંકા સમયગાળામાં કક્કો, બારક્ષરી, A to Z બધું શીખી લીધું અને હવે પછી વાંચન-લેખન શીખશે.
આવા બાળકોને જયારે પ્રગતિ કરતા જોવું છું ત્યારે, સાચા અર્થમાં શિક્ષક હોવાનો ગર્વ અનુભવુ છું. 3 કલાકનું અપડાઉન એળે નથી જતું એ વાતની ખાતરી આવા બાળકો કરાવે છે. કિશનને કદી સાઈનની જગ્યાએ અંગુઠો નહીં લગાવવો પડે. અહો આનંદમ્!!
>>Click here to continue<<
