Notice: file_put_contents(): Write of 8498 bytes failed with errno=28 No space left on device in /var/www/hottg/post.php on line 72

Warning: file_put_contents(): Only 8192 of 16690 bytes written, possibly out of free disk space in /var/www/hottg/post.php on line 72
હરદ્વાર ગોસ્વામી ક તેજસ્વી બાળકનો એક ખાસ ઉચ્ચ જ્ઞાતિનો મિત્ર હતો. શાળામાં લગભગ સાથે જ હોય. એકવાર તેજસ્વી બાળક ઉચ્ચ જ્ઞાતિના મિત્રના ઘરે લગ્ન પ્રસંગે ગયો તો ત્યાં બધાના મોં ચડી ગયા અને તેની હાજરીનો સખત વિરોધ થયો @Divya Bhaskar
TG Telegram Group & Channel
Divya Bhaskar | United States America (US)
Create: Update:

હરદ્વાર ગોસ્વામી ક તેજસ્વી બાળકનો એક ખાસ ઉચ્ચ જ્ઞાતિનો મિત્ર હતો. શાળામાં લગભગ સાથે જ હોય. એકવાર તેજસ્વી બાળક ઉચ્ચ જ્ઞાતિના મિત્રના ઘરે લગ્ન પ્રસંગે ગયો તો ત્યાં બધાના મોં ચડી ગયા અને તેની હાજરીનો સખત વિરોધ થયો, કેમ કે તે તેજસ્વી બાળક અન્ય જ્ઞાતિનો હતો. કારણ એવું બતાવ્યું કે તેની હાજરીમાં સંસ્કૃતવિધિ થઈ શકે નહીં. ત્યારથી આ બાળકે મક્કમ મનોરથ લીધો કે આ જ્ઞાતિની દીવાલ તો તોડીને જ રહીશ.
આ બાળક એટલે મહાત્મા જયોતિબા ફુલે. ભારતની પ્રથમ કન્યાશાળા શરૂ કરી કન્યાકેળવણીનો પાયો નાખ્યો. ભણવા આવતી કન્યાની એક આંખમાં શિક્ષણનું તેજ છલકાતું હતું તો બીજી આંખમાં જ્યોતિબા માટે આદર ઊભરાતો હતો. એમના વિચારો એટલે પિતૃસત્તાક માનસિકતાવાળા લોકોને લાલચોળ લાફો. નારી માટે સમાન દરજ્જાનો દરવાજો એમણે ખોલ્યો. જ્યોર્જ વોશિંગ્ટન, શિવાજી મહારાજ અને થોમસ પેઈનની અસર એમના જીવન પર બહુ હતી. જ્યાંથી સારું મળ્યું એનો આવકાર એમણે છોછ વગર કર્યો અને એ વ્યક્તિને એની ક્રેડિટ પણ આપી. બાબાસાહેબ આંબેડર એમના નકશે કદમ પર ચાલ્યા, એ સિવાય અનેકની પ્રેરણામૂર્તિ જ્યોતિબા બની રહ્યા.
આજના મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કાટગુનમાં એમનો જન્મ. બસો વર્ષ પહેલાં જે સામાજિક નિષ્ઠા બતાવી એ આગામી બસો વર્ષ સુધી ગાઈએ તો પણ પાર ન આવે એવી છે. ભેદભાવને ભૂંસી શોષણની શરણાઈ બંધ કરવાનો પ્રશસ્ય પ્રયત્ન કર્યો. દરેક જ્ઞાતિ જેમ એમની જ્ઞાતિમાં પણ છોકરીઓને ભણાવવામાં આવતી નહીં. એમની જ્ઞાતિની એક તેજસ્વી છોકરીને ભણવાની બહુ ઈચ્છા હતી પણ પરિવારજનોએ ના કહી. એ છોકરીની વિવશતા એમનાથી સહન ન થઇ પણ ત્યારે એ કશું કરી શકે એમ ન હતા. બસ, ત્યારથી એમણે ગાંઠ વાળી કે ભવિષ્યમાં નારી ઉત્કર્ષ માટે લડાઈ લડીશ. ત્યારે તો છોકરીઓના નવ વર્ષે લગ્ન થઇ જતાં.
તેઓ ક્ષત્રિય માળી ગોવિંદરાવનાં સંતાન તરીકે જન્મ્યા. બગીચાની વચ્ચે ઉછેર થયો હોવાથી પરોપકારના પમરાટનું મૂલ્ય જાણતા હતા. કચડાયેલી અને કરમાયેલી શોષિત જાતિ-જ્ઞાતિને તેમણે દલિત નામ આપ્યું અને એમના વિકાસ માટે વ્યાપક કામ કર્યા. જ્યોતિબાએ પ્રાથમિક શિક્ષણ લીધા બાદ આગળ ભણવાની ઈચ્છા હતી પણ આર્થિક સ્થિતિ આગળ ઝૂકી ગયા અને પરિવારને મદદ મળે એટલ ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું. દુકાનમાં કામ પણ કર્યું હતું. જીવનનિર્વાહ માટે કોઈ પણ કામ નાનું હોતું નથી. કામ પૂરું થાય એટલે જ્યોતિબા પુસ્તક વાંચતા. તેમની જ્ઞાતિના એક ભાઈએ જ્યોતિબાની પ્રકાંડ પ્રતિભાને પારખી અને તેમના પિતાને ફરી સ્કૂલમાં મૂકવા મનાવ્યા અને જ્યોતિબા પુણેની સ્કોટિશ મિશન હાઈસ્કૂલમાં અભ્યાસ શરૂ કરે છે. જીવનનો આ બહુ મહત્ત્વનો વળાંક હતો. દેશ વિદેશના પુસ્તકના અભ્યાસથી એમનો ચૈતસિક વિસ્તાર થયો.
એ જમાનામાં ઉચ્ચ વર્ણના લોકો સામે પડવું એટલે સામા પ્રવાહે તરવું. એમની સામે અનેક આફતો આવી પણ ‘ડગલું માંડ્યું કે ના હટવું’ જેમ સેવાની સફર અવિરત શરૂ રાખી. રગશિયા રિવાજો અને પોલી પરંપરા સામે અવાજ ઊઠાવવાને કારણે તેમને નાતબહાર પણ મૂકવામાં આવ્યા હતા. એ સમયે નાતબહાર મુકાવું બહુ મોટી ઘટના ગણાતી હતી. માત્ર 13 વર્ષે સાવિત્રી સાથે લગ્ન થયાં હતાં. અભણ પત્ની સાવિત્રીને ભણાવીગણાવી અને ભારતની પહેલી શિક્ષિકા બનવાનું સપનું આપ્યું. પત્નીએ પણ જ્યોતિબાનાં પગલે પગલે ચાલી કંધે સે કંધા મિલાયા.
જ્યોતિબાએ પુણેમાં કન્યાશાળા શરૂ કરી. જેમાં ભેદભાવ વગર બધાને પ્રવેશ અપાયો હતો. કન્યાશાળા શરૂ કરી એટલે જ્યોતિબા વિશે વિઘ્નસંતોષીઓએ એલફેલ બોલવાનું શરૂ કર્યું. સાવિત્રીબાઈ શાળામાં જતાં ત્યારે એક વધારાની સાડી સાથે લેતાં જતાં, રસ્તામાં તેના પર લોકો ગંદકી ફેંકતા. જોકે, એ ગંદકી ફેંકનાર લોકોના વિચારોમાં ગંદકી હતી. વિચારોની સાંકડી ગલીની બહાર નીકળી ન શકે તો તમે વૃદ્ધ થઇ ગયા છો. જ્યોતિબાએ બે વર્ગ વચ્ચેની સીમારેખાને ભૂંસવાનું કામ કર્યું.
રૂઢિવાદી કહેતા કે સ્ત્રીઓ ભણીને બગડી જશે. કેટલાક તો કહેતા કે સ્ત્રીને ભણાવે છે તો જ્યોતિબાને પાપ લાગશે અને તે નર્કમાં જશે. એકવાર એ લોકો શાળામાં આવીને છોકરીઓને ભણતા જોઈ હોત તો ખ્યાલ આવત કે ‘ધરતી પર સ્વર્ગ ઊતર્યું છે.’ શાળામાં જઈને સાવિત્રીબાઈ ગંદકીવાળી સાડી કાઢી, વધારાની લાવેલી સાડી પહેરી જાણે કશું ન બન્યું હોય એમ છોકરીઓને ભણાવવાનું શરૂ કરી દેતાં!
શિક્ષણને તેઓ ‘તૃતીય રત્ન’ કહેતા, જેના દ્વારા અજ્ઞાન અને અવિદ્યાને ભેદી શકાય છે. 1848થી 1852ના માત્ર ચાર વર્ષના ગાળામાં ફુલેદંપતીએ પુણે અને તેની આસપાસમાં 18 જેટલી શાળાઓ શરૂ કરી હતી. એ પણ એકલહાથે અને વિરોધના વંટોળ વચ્ચે. શિક્ષણ પરના ચોક્કસ સમુદાયોનો જ એકાધિકાર હતો એને તોડ્યો. આમ કરવાથી એ લોકોનો અહં ઘવાયો અને જ્યોતિબાના રસ્તે અડચણ બની ગયા. જ્યોતિબા પણ ‘ઝૂકેગા નહીં’ની જેમ લાગેલા રહ્યા, ફુલે સમજ કે ફૂલ સમજા ક્યાં, ફાયર (જ્યોતિ) હૂં મેં...

>>Click here to continue<<

Divya Bhaskar

Share with your best friend
VIEW MORE

United States America Popular Telegram Group (US)

Fatal error: Uncaught TypeError: shuffle(): Argument #1 ($array) must be of type array, null given in /var/www/hottg/post.php:352 Stack trace: #0 /var/www/hottg/post.php(352): shuffle() #1 /var/www/hottg/route.php(63): include_once('...') #2 {main} thrown in /var/www/hottg/post.php on line 352