Notice: file_put_contents(): Write of 8711 bytes failed with errno=28 No space left on device in /var/www/hottg/post.php on line 72

Warning: file_put_contents(): Only 8192 of 16903 bytes written, possibly out of free disk space in /var/www/hottg/post.php on line 72
સ્વરૂપ Says:શિક્ષણમાં કલાનો ઉપયોગ કઇ રીતે કરી શકાય? @Divya Bhaskar
TG Telegram Group & Channel
Divya Bhaskar | United States America (US)
Create: Update:

સ્વરૂપ Says:શિક્ષણમાં કલાનો ઉપયોગ કઇ રીતે કરી શકાય?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/how-can-art-be-used-in-education-134780551.html

સ્વરૂપ સંપટ રતમાં‘ ધ નેશનલ એજ્યુકેશન પોલિસી’ (એનઇપી 2020) અંતર્ગત શિક્ષણ સુધારણાના અનેક નવા વિચારો પ્રસ્તુત કરવામાં આવ્યા છે. મોટા ભાગના લોકો ત્રિભાષી નીતિ અંગે વાત કરતા હોવા છતાં શિક્ષણમાં કલાનો ઉપયોગ કરવાની બાબત વધારે રોમાંચક છે. આને આર્ટ-ઇન્ટિગ્રેડેટ શિક્ષણ પણ કહે છે. તેનો અર્થ એવો થાય છે કે ચિત્રકામ, સંગીત, નાટક અથવા નૃત્યકલા દ્વારા વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન તથા ભાષા શીખવામાં કલા મદદરૂપ બને. માત્ર નોટબુક્સ દ્વારા શીખવાને બદલે વિદ્યાર્થીઓ કંઇક કરીને અથવા બનાવીને શીખે છે. કંટાળાજનક વિષયને કલા સાથે સાંકળીને તેને રોમાંચક બનાવે છે. આમ કરવાથી વિદ્યાર્થી કોઇ પણ વિષયને સહેલાઇથી યાદ રાખી શકે છે.
ઉદાહરણ તરીકે, ગણિતમાં ભૌમિતિક આકારો વિશે માત્ર વાંચવાને બદલે વિદ્યાર્થીઓ તેના મોન્ડિઅન પેઇન્ટિંગ્સ જેવા આકાર દોરીને તેમાં કલર કરીને યાદ રાખી શકે છે. વિજ્ઞાનમાં તેઓ પતંગિયાના જીવનચક્રને તસવીરોની શ્રૃંખલા બનાવીને રજૂ કરી શકે છે. સામાજિક વિજ્ઞાનમાં તેઓ પરંપરાગત વર્લી અથવા મધુબની ચિત્રશૈલી દ્વારા ઐતિહાસિક ઘટનાઓ અથ‌વા તેના દૈનિક જીવનને દર્શાવી શકે છે. આ સ્વયંભૂ અનુભવ તેમને કોઇ પણ મુદ્દાને વધારે સારી રીતે સમજવામાં અને લાંબા સમય સુધી યાદ રાખવામાં મદદરૂપ નીવડે છે.
શિક્ષણમાં કલાના માધ્યમનો ઉપયોગ કરીને અભ્યાસ કરવાથી સરળતાથી વિષયોને સમજાય છે અને લાંબા સમય સુધી યાદ રહે છે. વિદ્યાર્થીઓ જ્યારે ચિત્ર, વાર્તાકથન અથવા અભિનય જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે ત્યારે તેઓ વિષયવસ્તુ સાથે વધારે ઊંડાણથી જોડાય છે. આના કારણે મુશ્કેલ વિષયોને સહેલાઇથી યાદ રાખી શકે છે. પરંપરાગત રીતે શિક્ષણની પદ્ધતિથી શીખવાનો સંઘર્ષ કરતાં વિદ્યાર્થીઓને પણ આ રચનાત્મક રીતે શીખવવાની પદ્ધતિથી તેઓ સરળતાથી વિષયને સમજી શકે છે.
કલાને અલગ વિષય તરીકે શીખવવાને બદલે શિક્ષકો તેનો ઉપયોગ અનેકવિધ રીતે કરી શકે છે, જેમ કે નૃત્ય, અભિનય, સંગીત અને વિઝ્યુઅલ આર્ટ્સ વગેરે દ્વારા તેઓ મુશ્કેલ વિષયોને પણ વધારે અસરકારક રીતે શીખવી શકે છે. રૂઢિગત રીતે શૈક્ષણિક બાબતોને શીખવવાને બદલે તેને કલાત્મક અભિવ્યક્તિ, મનન કરવું, સામાજિક-ભાવનાત્મકની સાથે શીખવવાની પદ્ધતિથી વિદ્યાર્થીઓ વધારે સહેલાઇથી સમજી શકે છે.
આર્ટ-ઇન્ટિગ્રેટેડ શિક્ષણથી વર્ગનું વાતાવરણ હળવું ફૂલ બનાવી શકાય છે. બાળકો જ્યારે ચિત્ર દોરતાં હોય, પેઇન્ટિંગ કરતા હોય અથવા વાર્તાનુસાર અભિનય કરતા હોય ત્યારે તેમાં તેઓ પોતાના વિચારો અને ભાવનાઓને પણ વ્યક્ત કરે છે. તેમનો આત્મવિશ્વાસ વધે છે. તેથી તેઓ વધારે સારી રીતે સંવાદ સાધી શકે છે. જે વિદ્યાર્થી પોતાને શાબ્દિક રીતે વ્યક્ત ન કરી શકતાં હોય, તેમના માટે આ ઘણું મદદરૂપ નીવડે છે. ગ્રૂપમાં કોઇ આર્ટ પ્રોજેક્ટ પર કામ કરવાથી ટીમવર્કમાં કામ કરતાં તથા અન્યના વિચાર-મંતવ્યને માનતા, અન્ય વિદ્યાર્થીઓ સાથે વધારે સારી રીતે જોડાતાં શીખવા મળે છે.
આર્ટ-ઇન્ટિગ્રેટેડ દ્વારા ઇતિહાસનાં પ્રકરણોમાં વિદ્યાર્થીઓ પેઇન્ટિંગ્સ અથવા અભિનય દ્વારા ઐતિહાસિક ઘટનાઓની પુન:રચના કરીને વધારે વાસ્તવિક રીતે શીખી શકે છે. ગણિતમાં તેઓ પેટર્નમાં વૈવિધ્ય લાવી શકે છે અને સહેલાઇથી યાદ રાખી શકે છે. એ જ રીતે વિજ્ઞાનના પ્રયોગોના અનુભવ પણ વિદ્યાર્થીઓ પોતે જે જુએ અથવા તે બાબતો પર કઇ રીતે કામ કર્યું તે સમજાવતાં મોડલ્સ બનાવીને વિષયનો વધારે આનંદ માણી શકે છે.
આર્ટ-ઇન્ટિગ્રેટેડ શિક્ષણ રચનાત્મકતા અને સંશોધનથી ભરપૂર છે. વિદ્યાર્થીઓને જ્યારે રચનાત્મક વિચારધારાથી પ્રોત્સાહિત કરવામાં આવે ત્યારે તેઓ કોઇ પણ સમસ્યાને વધારે સારી રીતે ઉકેલી શકે છે, કારણ કે તેમને પ્રયોગાત્મક પ્રોત્સાહન, પ્રતિભાવ અને વિવિધ મુદ્દાઓ પર વિચારવા મળે છે. તેના કારણે તેમનામાં જટિલ વિચારક્ષમતાની પ્રક્રિયા વિકસે છે, વિદ્યાર્થી તરીકે તેઓ વિશ્લેષણ કરે છે અને માહિતી અથવા જાણકારીને રજૂ કરવાના નવા-નવા સ્રોત શોધે છે. આ સ્કિલ્સ શાળાજીવન દરમિયાન જ નહીં, પણ આજીવન તેમને મદદરૂપ નીવડે છે.
આમ કરવાથી વિદ્યાર્થીની સામાજિક અને ભાવનાત્મક સ્કિલ્સ સુધરે છે. કલા વિદ્યાર્થીઓ માટે તેમની ભાવનાઓ અભિવ્યક્ત કરવાની સલામત જગ્યા હોવા ઉપરાંત, તેમની લાગણીઓને જગાડે પણ છે. કલાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વ-જાગૃતિની ભાવના અને આત્મવિશ્વાસનો વિકાસ થાય છે. તેનાથી તેઓ જે શીખ્યા હોય તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેના વિવિધ સાંસ્કૃતિક અને વિષયવસ્તુને પણ સમજવામાં આવે છે. તદુપરાંત, કોઇ પણ કલા પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરવાથી વિદ્યાર્થીઓમાં સહભાગિતા, એકબીજા સાથે વાતચીત કરવા તથા આંતરિક સન્માન પણ જાગે છે.

>>Click here to continue<<

Divya Bhaskar

Share with your best friend
VIEW MORE

United States America Popular Telegram Group (US)

Fatal error: Uncaught TypeError: shuffle(): Argument #1 ($array) must be of type array, null given in /var/www/hottg/post.php:352 Stack trace: #0 /var/www/hottg/post.php(352): shuffle() #1 /var/www/hottg/route.php(63): include_once('...') #2 {main} thrown in /var/www/hottg/post.php on line 352